નવી દિલ્હી : દિલ્હીના તોફાનોને લગતા કેસમાં દિલ્હી પોલીસે તાજેતરમાં દાખલ કરેલી વધારાની ચાર્જશીટમાં ઘણા વધુ અગ્રણી લોકોના નામ બહાર આવ્યા છે. દિલ્હી પોલીસની ચાર્જશીટમાં જેમના નામ સામેલ છે. તેમાં સીતારામ યેચુરી, યોગેન્દ્ર યાદવ, જયતિ ઘોષ, અપૂર્વવાનંદ અને રાહુલ રોય છે. આ વર્ષે દિલ્હી રમખાણોના કેસમાં આ બધાને કાવતરું રચનાર લોકોમાં સામેલ કરવામાં આવ્યા છે.
દિલ્હીના ઉત્તર પૂર્વ જિલ્લામાં 23થી 26 ફેબ્રુઆરીની વચ્ચે થયેલા રમખાણોમાં પોલીસે દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં આ તમામના નામ સામેલ છે. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો કે, રમખાણોમાં 53 લોકો માર્યા ગયા હતા અને 581 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 97 ગોળી વાગી હતી.
આ જાણીતા લોકો ઉપર ત્રણ યુવતી વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે આરોપ લગાવવામાં આવ્યા છે. JNUના વિદ્યાર્થીઓ દેવાંગના કાલિતા અને નતાશા નરવાલ અને જામિયા મિલ્લિયા ઇસ્લામીયા, ગુલફિશા ફાતિમાના પિંજરા તોડ સભ્યા પણ હતા. આ લોકો પર જાફરાબાદ હિંસા કેસમાં આરોપી ઠરેવામાં આવ્યા છે. ત્રણેય વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.