ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી દંગલ: યોગી આદિત્યનાથને ECની નોટિસ

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને તેમના તે ભાષણ પર આદર્શ આચાર સંહિતા ભંગની નોટિસ પાઠવી છે, જેમાં આદિત્યનાથે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે, તે શાહીન બાગમાં પ્રદર્શનકારિઓને બિરયાની ખવડાવી રહ્યા છે.

ETV BHARAT
યોગી આદિત્યનાથને ECની નોટિસ

By

Published : Feb 7, 2020, 5:37 AM IST

નવી દિલ્હી: ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને આદર્શ આચારસંહિતાના ભંગની નોટિસ ફટકારી છે. યોગા આદિત્યનાથે કારાવલ નગરમાં એક રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે, કેજરીવાલ શાહીન બાગના પ્રદર્શનકારિઓને બિરયાની ખવડાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શાહીન બાગમાં લોકો નાગરિકતા સુધારા કાયદો અને NRCના વિરોધમાં ધરણા પર બેઠા છે.

ચૂંટણી પંચ મુજબ, ભાજપના નેતાએ આ ટિપ્પણી કરીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે લાગૂ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. યોગી આદિત્યનાથે 1 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં એક ભાષણ દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

આ પહેલા પણ ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ સામે કડક પગલાં લીધાં હતાં. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર અને દિલ્હીના ભાજપના સાંસદ પરવેશ સિંહ વર્માનો ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો હતો.

ABOUT THE AUTHOR

...view details