ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોનાના એક દિવસમાં 2 રેકોર્ડ: સૌથી વધુ કેસ અને સૌથી વધુ રિકવરી નોંધાઈ - દિલ્હીમાં કોરોના સંક્રમણનો આંકડો

રાજધાની દિલ્હીમાં કોરોનાએ એક જ દિવસમાં 2 રેકોર્ડ બનાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા સામે આવી છે. તેમજ સૌથી વધુ લોકો સાજા થઈ તેમના ઘરે પરત ફર્યા છે.

Delhi records
Delhi records

By

Published : Jun 19, 2020, 8:04 AM IST

નવી દિલ્હી: કોરોના સંક્રમણનો પગપસેરો રાજધાની દિલ્હીમાં સતત વધી રહ્યો છે. દિલ્હીમાં કોરોના સંક્રમણનો આંકડો 50 હજાર નજીક પહોચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના 2877 નવા કેસ સામે આવ્યા છે. આ સંખ્યા એક દિવસમાં આવેલો સૌથી મોટો આંકડો છે. સંક્રમિતોની સંખ્યા 49,979 પર પહોચી છે. કોરોનાને માત આપનારા આંકડામાં પણ વધારો થયો છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી 3844 દર્દીઓ સાજા થયા છે. એક દિવસમાં કોરોનાને માત આપનારની સંખ્યા અત્યાર સુધીમાં સૌથી મોટી છે. કોરોનાથી સાજા થનારા કોરોના દર્દીઓના આંકડો 21,341 પર પહોચ્યો છે. આ પહેલા 13 જૂનના 1547 લોકો કોરોનાથી સાજા થયા હતા.

દિલ્હીમાં કોરોનાથી મૃત્યુઆંકની વાત કરવામાં આવે તો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી 65 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1969 પર પહોચ્યો છે. દિલ્હીમાં કોરોનાના કુલ 26,669 એક્ટિવ કેસ છે.

દિલ્હીની હોસ્પિટલમાં કોરોનાના કુલ 10,919 બેડ છે. જેમાં 5448 બેડ ખાલી છે. સેમ્પલ ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 8,726 સેમ્પલ ટેસ્ટ થયા છે. અત્યાર સુધીમાં 3,21,302 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં ગુરુવારથી એન્ટીજન ટેસ્ટ કિટની પણ શરુઆત થઈ છે. પ્રથમ દિવસ એન્ટીજન ટેસ્ટ કિટ દ્વારા 7040 ટેસ્ટ થયા છે.

ABOUT THE AUTHOR

...view details