ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ઠંડી, 2.4 ડિગ્રી પહોંચ્યો પારો - દિલ્હીનું ન્યૂનતમ તાપમાન

નવી દિલ્હી: રાજધાનીમાં આ વર્ષે ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પારો ગગડીને 2.4એ પહોંચી ગયો છે. શનિવારે રાજધાનીમાં ન્યૂનતમ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે અત્યારસુધીનું સૌથી ઓછું તાપમાન છે.

ETV BHARAT
દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ઠંડી

By

Published : Dec 28, 2019, 10:27 AM IST

રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર યથાવત છે. એક તરફ ધુમ્મસનો કહેર વધતો જઇ રહ્યો છે તો બીજી બાજુ કોલ્ડ વેવનો કહેર છે. દિલ્હીના દ્રશ્યોને જોઈને એવું લાગે છે કે, જાણે ધુમ્મસે રાજધાનીને પોતાના લપેટમાં લઇ લીધી છે. શનિવારે રાજધાનીનું તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ઠંડી

શુક્રવારે 4.2 ડિગ્રી હતું તાપમાન:

આ અગાઉ શુક્રવારે 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગત થોડા દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. જો કે, લોકો છતાં પણ મોર્નિંગ વૉક માટે નીકળી રહ્યા છે. બહાર ફરવા માટે નીકળનારા લોકોનું કહેવું છે કે, સવારે તો સારૂ લાગે છે, પરંતુ વિઝિબિલિટી ઓછી છે.

દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ઠંડી

ધુમ્મસથી ઢંકાયો ઈન્ડિયા ગેટઃ

ઠંડીનો કહેર એવો છે કે, જો તમે સવારે ઈન્ડિયા ગેટ તરફ જુઓ તો તે સંપૂર્ણ ધુમ્મસથી ઢંકાયેલો જોવા મળે છે. એવું લાગે છે કે, રાજધાની સફેદ ચાદરમાં લપેટાયેલી છે. ઠંડીના કારણે લોકોનું જનજીવન પણ ખોરવાય ગયું છે. ગત વર્ષોની સરખામણી ચાલુ વર્ષ સાથે કરવામાં આવે તો, 1901 પછી દિલ્હીનો આ સૌથી ઠંડો ડિસેમ્બર છે. મતલબ આ વર્ષે ઠંડીએ 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ABOUT THE AUTHOR

...view details