ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં એક જ પ્લોટમાંથી 41 લોકો કોરોના સંક્રમિત મળ્યા - દિલ્હીના દક્ષિણ પશ્ચિમ જિલ્લા

દિલ્હીના દક્ષિણ પશ્ચિમ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાહુલસિંહે ઇટીવી ભારતને જણાવ્યું કે, 18 એપ્રિલના રોજ તેમને આ ક્ષેત્રમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. તે આશરે 1000 યાર્ડનો પ્લોટ હતો, જ્યાં અનેક પરિવારો રહેતા હતા. જે બાદ સમગ્ર વિસ્તારને સીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં એક જ પ્લોટમાંથી 41 લોકો કોરોના સંક્રમિત મળ્યા
દિલ્હીમાં એક જ પ્લોટમાંથી 41 લોકો કોરોના સંક્રમિત મળ્યા

By

Published : May 2, 2020, 11:58 PM IST

નવી દિલ્હી: દિલ્હીના કાપસહેડા વિસ્તારમાં એક જ પ્લોટમાં રહેતા 41 લોકોને કોરોના ચેપ લાગ્યો છે. આ પહેલા 19 એપ્રિલના રોજ આ બિલ્ડિંગના એક જ વ્યક્તિને કોરોના થયો હતો જે બાદ બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી હતી.

દક્ષિણ પશ્ચિમ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલસિંહે કહ્યું કે, 18 એપ્રિલના રોજ તેમને આ ક્ષેત્રમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. તે આશરે 1000 યાર્ડનો પ્લોટ હતો. જ્યાં અનેક પરિવારો રહી રહ્યા હતા. કોરોના પોઝિટિવ મળતા સમગ્ર વિસ્તારને સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સિંહે કહ્યું કે 20 તારીખે અહીંથી 95 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 67ના રિપોર્ટ આજે આવ્યા છે. રિપોર્ટમાં પુષ્ટિ થઇ છે કે 41 લોકોને ચેપ લાગ્યો છે. જ્યારે 3 લોકોને સંક્રમણ પ્રિજ્યૂમ કરવામાં આવી રહ્યું છે. 21 એપ્રિલે, તે જ વિસ્તારમાંથી અન્ય 85 લોકોના નમૂના લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

ABOUT THE AUTHOR

...view details