ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના ચેપને રોકવા માટેની દવાઓ પરથી GST હટાવવાની દિલ્હી કોંગ્રેસની માગ - dilhi latest news'

દિલ્હીના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ કેન્દ્ર સરકાર પાસે માસ્ક, સેનિટાઇઝર, પીપીઇ કીટ, વેન્ટિલેટર અને અન્ય તબીબી ઉપકરણો તેમજ કોરોના ચેપને રોકવા માટેની જરૂરી દવાઓ પરથી GST હટાવવાની માગ કરી છે.

etv bharat
દિલ્હીઃ પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષે કોરોના ચેપને રોકવા માટેની જરૂરી દવાઓ પરથી GST હટાવવાની માંગ કરી

By

Published : Apr 20, 2020, 5:20 PM IST

નવી દિલ્હીઃ પ્રદેશ કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહી છે કે સરકાર કોરોનાના ઇલાજમાં લાપરવાહી કરી છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ કેન્દ્ર સરકાર પાસે માસ્ક, સેનિટાઇઝર, પીપીઇ કીટ, વેન્ટિલેટર અને અન્ય તબીબી ઉપકરણો તેમજ કોરોના ચેપને રોકવા માટેની જરૂરી દવાઓ પરથી GST હટાવવાની માંગ કરી છે.

થોડા દિવસ પહેલા દિલ્હીના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે સરકાર પર કોરોનાના ઇલાજમાં લાપરવાહીનો આરોપ લગાવ્યો હતો. અનિલ ચૌધરીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે તમામ હોસ્પિટલોમાં પીપીઇ, માસ્ક, અને મેડિકલ સાધનોની અછત છે. તેમણે વધુમાં કહ્યું કે લોકડાઉનમાં એમસીડી સંપૂર્ણ નિષ્ફળ સાબીત થઇ છે. તેમજ કહ્યું કે ડોકટર્સ અને નર્સીસ તાત્કાલિક પી.પી.ઇ કીટ આપવી જોઇએ.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ શુક્રવારે આરોપ લગાવ્યો કે તમામ હોસ્પિટલોમાં પી.પી.ઇ., માસ્ક અને તબીબી સાધનોની અછત છે. તેમણે કહ્યું કે એમસીડી લોકડાઉનમાં સંપૂર્ણ નિષ્ફળતા સાબિત થઈ છે. ડોકટર્સ અને નર્સીસ તાત્કાલિક પી.પી.ઇ કીટ આપવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details