નવી દિલ્હીઃ જામિયા હિંસા મામલે દિલ્હી પોલીસને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પરથી મળેલી વિગતો મુજબ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોના સહયોગ સાથે હિંસાની આ સમગ્ર ઘટના ને અંજામ આપવામાં આવ્યો હતો. ગતવર્ષે 13 તથા 15 ડિસેમ્બરે થયેલી હિંસામાં દિલ્હી પોલીસ પર પથ્થરો, લાકડીઓ, પેટ્રોલ બોમ્બ અને ટ્યૂબ લાઈટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે 3 FIR દાખલ કરવામાં આવી હતી. આથી દિલ્હી પોલીસ પર લાગેલા હિંસાના આરોપો ખોટા છે તેમ પોલીસે જણાવ્યું હતું.
જામિયા હિંસાની ઘટના એક કાવતરું: દિલ્હી પોલીસ - દિલ્હીની જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર હુમલો
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, જામિયા હિંસા એક પૂર્વ આયોજીત કાવતરું હતું. જામિયા હિંસા અંગે તપાસની માગ કરતી અરજી પર ઝડપી સુનાવણી કરવામાં આવે તેવી અરજી પર દિલ્હી પોલીસ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.
વિરોધ કરવો એ સૌનો હક છે. પરંતુ તેની આડમાં કાયદાનું ઉલ્લંઘન તેમજ હિંસા અને રમખાણોમાં ભાગ લેવો તે અયોગ્ય છે. યુનિવર્સિટી પરિસરમાં પરવાનગી વગર ઘુસી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહીનો આરોપ ખોટો છે. આ રમખાણોમાં દિલ્હી પોલીસને ઘણું નુકસાન થયું છે.
દિલ્હી પોલીસ દ્વારા જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી બેસાડી રાખવાના આરોપ પર દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી હતી. આ મામલે અર્જીકર્તા વકીલ નબિલા હસને જણાવ્યું હતું કે, અત્યારના કોરોના મહામારીના સમયમાં પણ પોલીસ વિદ્યાર્થીઓને હેરાન કરી રહી છે. હાલ તપાસ મહત્વપૂર્ણ વળાંક પર છે.