- નવી દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન હિંસા
- ટ્રેકટર રેલી દરમિયાન હિંસા સંબંધિત દિલ્હી પોલીસે 15 એફઆરઆઈ નોંધી
- સીપીએ કહ્યું થશે કાનુની કાર્યવાહી
નવી દિલ્હીઃ ગત રોજ એટલે કે મંગળવારે થયેલી ખેડૂતોની ટ્રેકટર રેલી યોજાઈ હતી. જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી જોવા મળી હતી. દિલ્હી પોલીસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા સંદર્ભે 15 એફઆઈઆર નોંધી છે. અત્યાર સુધીમાં પાંચ એફઆરઆઈ ઈસ્ટર્ન રેન્જમાં નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે હિંસક પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેમણે ન માત્ર પોલીસ સાથે પણ પારસ્પરિક રુપથી દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કર્યુ છે અને ખેડૂત આંદોલનની આડમાં દિલ્હીના રસ્તા પર ઉગ્રતા દેખાડી જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યુ છે. આંદોલનકારી ખેડૂતોના આ વ્યવહારથી ફરજ પર રહેલા પોલીસ કર્મીઓનું જીવન પણ જોખમમાં પડ્યું હતું.
ટ્રેકટર રેલી દરમિયાન હિંસા સંબંધિત દિલ્હી પોલીસે 15 એફઆરઆઈ નોંધી
દિલ્હી પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે પોલીસે પોતાની ડ્યુટીમાં આવતી કાનુની કાયર્વાહી કરી અને દિશા નિર્દેશોનું પાલન કર્યુ પણ પ્રદર્શનકારી ખેડૂતોએ નિર્ધારિત સમય પહેલા જ ટ્રકેટ્રર રેલી કાઢી હતી. જેને કારણે રાજધાન દિલ્હીમાં કાનુન અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ ઉભી થઈ હતી.
કાનૂની કાર્યવાહી થશે