ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં પંચસ્તરીય સુરક્ષામાં ઉજવાશે ગણતંત્ર દિવસ, 6 હજાર જવાનો રહેશે તૈનાત - નવી દિલ્હી

ગણતંત્ર દિવસે યોજાનારા કાર્યક્રમમાં આ વખતે ઘણા ફેરફારો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં માત્ર 25 હજાર લોકો જ ભાગ લઇ શકશે. આમાં 20,500 અતિથિઓને આમંત્રિત કરવામાં આવશે અને 4500 લોકો ટિકિટ ખરીદીને સમારોહ સ્થળ સુધી પહોંચી શકે છે.

દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસ

By

Published : Jan 25, 2021, 8:07 PM IST

  • 26 જાન્યુઆરી થશે પરેડ
  • બાઇક ઉપર કરતબ નહિ થાય
  • 5 લેયર સિક્યોરીટી હશે

નવી દિલ્હી :આ વખતે 26 જાન્યુઆરીએ થવા વાળા કાર્યક્રમને લઇને ઘણા મહત્વના બદલાવ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશ્નર સતીશ ગોલચાએ આ તૈયારીને લઇને પોલીસ કર્મીઓને માહિતગાર કર્યા હતા અને જરુરી દિશા નિર્દેશ આપ્યા. સ્પેશિયલ કમિશ્નરની અનુસાર, આ વખતે એક લાખ 15 હજાર લોકોની જગ્યાએ માત્ર 25 હજાર લોકો જ શામેલ થશે. એમાંથી 20,500 આમંત્રિત અતિથિ હશે. માત્ર 4500 લોકો ટીકિટ લઇ સમારોહ સ્થળ સુધી પહોંચી શકે છે. ટીકિટ ત્રણ જગ્યા પર 15 જાન્યુઆરી થી જ વેચાઇ રહી છે. આ 29 જાન્યુઆરીએ થવા વાળી બીટીંગ જ રિટ્રીટ માટે 28 જાન્યુઆરી સુધી વેચાશે. ગણતંત્ર દિવસના કાર્યક્રમ માટે 100 અને 500ના ટિકીટ છે. જ્યારે બીટિંગ દ રિટ્રીટ માટે માત્ર 20 રિટ્રીટ માટે માત્ર 20 રુપિયાની ટિકીટ છે. આ વખતે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ને સમારોહ સ્થળ પર જવાની અનુમતિ નથી.

નેશનલ સ્ટેડિયમ સુધી જશે પરેડ

26 જાન્યુઆરી પર આયોજીત સમારોહમાં ઇંડિયા ગેટથી નિકળવા વાળી પરેડ જે લાલ કિલ્લા સુધી જાય છે. તે આ વખતે નેશનલ સ્ટેડિયમ સુધી જશે. જ્યારે ઝાંખીઓ પહેલાની જેમ લાલ કિલ્લા સુધી પહોંચશે.

બાઇક ઉપર કરતબ નહીં થાય
26 જાન્યુઆરીએ બાઇક ઉપર કરતબ દેખાડતી સેનાના જવાનો આ સમારોહ પર મહત્વપૂર્ણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. પરંતુ આ વખતે કરતબ કરતા જવાન નજરે નહિ પડેય એટલું જ નહિ લોકોની માટે જે બેંચની લેયર પહેલા લાગેલી હોતી થતી, જેની પર તે બેસીને દૂરથી લોકો દૂરથી પરેડ અને ઝાંકિયા જોતા હતા તે આ વખતે નહિ હોય. માત્ર સોશિયલ ડિસ્ટેંગની સાથે ખુરશીઓ લાગેલી હશે જેની પર નક્કી કરેલ દર્શકો જ પરેડ જોઇ શકશે.

5 લેયર સિક્યોરીટીની વ્યવસ્થા

26 જાન્યુઆરી પર સુરક્ષાનો પણ પ્રબંધ કરવામાં આવ્યો છે. પર્યટન સ્થળ થી લઇને લાલ કિલ્લા સુધી રસ્તામાં આસપાસ ઉંચી બિલ્ડિંગ પર હથિયારબંદ જવાનો તૈનાત હશે. સુરક્ષાને લઇને બધા પ્રબંધ પહેલા જેવા જ હશે. આ વખતે 5 લેયરની સિક્યોરીટીનો પ્રબંધ કરવામાં આવ્યો છે. સૌથી પહેલા નવી દિલ્હી બોર્ડર પર પોલીસ હશે. બીજી આઉટ કોર્ડન પર હશે. ત્રીજી મિડલ કોર્ડન પર અને ચોથી ઇંનર કોર્ડન પર હશે. ત્યાં પાંચમો લેયર અલગ-આલગ ઝોનમાં હશે.

છ હજાર પોલીસના જવાનો હશે તૈનાત

દિલ્હી પોલીસના પ્રવક્તા અને નવી દિલ્હી જીલ્લાના DCP ડૉક્ટર સિંઘલે કહ્યું કે, સિક્યોરીટી ને લઇને દરેક પ્રકારના પ્રબંધ કરવામાં આવ્યા છે. જે અહીંયા જરુરી છે. સતત તેની તપાસ પણ કરવામાં આવે છે. દિલ્હી પોલીસ ના સ્પેશયલ CP, Joint CP આવીને અહીની તપાસ કરી ચૂક્યા છે. જે જરુરી દિશા- નિર્દેશ આપવામાં આવ્યા, તેને પૂરા કરવામાં આવ્યા છે. ત્યાં જ આ વખતે પોલીસે 6 હજાર સ્થળ પર સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details