નવી દિલ્હીઃ ગુરુવારે દિલ્હી પોલીસે મૌલાના સાદને ચોથી નોટિસ ફટકારી સરકારી લેબમાં કોરોના પરીક્ષણ કરવાની માંગ કરી હતી. મહત્વનું છે કે, તબલીગી જમાતનાં વડા મૌલાના સાદનું ખાનગી લેબમાં કોરોના પરીક્ષણ કરાયું હતું, જ્યાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આ નોટિસમાં ક્રાઇમ બ્રાંચે મૌલાના સાદને કેટલાક પ્રશ્નોના જવાબો પણ માંગ્યા છે, જે તેમણે જૂની નોટિસમાં આપ્યા નહોતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દેશમાં અચાનક કોરોના વાયરસની સંખ્યામાં વધારો કરનાર તબલીગી જમાતનાં વડા મૌલાના સાદ સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો છે.
ઇડીએ દિલ્હી પોલીસની એફઆઈઆરને આધારે પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. 31 માર્ચે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે મૌલાના સાદ સહિત સાત લોકો સામે એફઆઈઆર નોંધી હતી. જેમાં લોકોડાઉન વચ્ચે મોટી સભા પર પ્રતિબંધના આદેશ હોવા છતાં સાદે ધાર્મિક જમાત એકઠી કરી હતી.
ક્રાઈમ બ્રાંચે નિઝામુદ્દીન સ્થિત તબલીગી મરકજનું બીજું બેંક ખાતું શોધી કાઢ્યું છે. જે તબલીઠી મરકજના નામે બેંક ઓફ બરોડાની શાખામાં છે. આ ખાતામાં વારંવાર વ્યવહારો થતો રહ્યો હતો. ક્રાઇમ બ્રાંચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને આ વાતની જાણકારી આપી છે. ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસમાં એક મહિનો થવાનો છે, પરંતુ હજી સુધી મૌલાના મોહમ્મદ સદના અંગત નામ પર કોઈ બેંક ખાતું મળ્યું નથી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, મરકજના બેંક ખાતાઓમાં સાદના પુત્ર અને ભત્રીજાની પાસે છે. આ બંને સાદના રાજઘર છે. દિલ્હીમાં આવેલા ટ્રાવેલ એજન્ટની ક્રાઈમ બ્રાંચ ચકાસણી કરી રહી છે કે, કેટલા લોકો વિદેશ ગયા હતા અને તેમના દ્વારા આ ઉપરાંત ટ્રાવેલ એજન્ટો દ્વારા અન્ય માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે, મરકજનાં લોકો જમાત માટે એક જૂથ થઈને જતા હતા. જ્યાં પણ જતા ત્યાં મસ્જિદમાં રહી લોકોના ઘરેથી જ ભોજન લેતા હતાં. જેેને કારણે પ્રચાર માટે ગયેલા લોકોનો ખર્ચ ઓછો આવતો હતો. ધર્મના નામે આવકવેરા વિભાગમાંથી છૂટ લેવામાં આવી હતી કે, કેમ તે પણ તપાસ કરવામાં આવી રહ્યું છે.