ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જામિયા હિંસાઃ હાઈકોર્ટે શરજીલ મુદ્દે દિલ્હી પોલીસને વધુ એક સોગંદનામું દાખલ કરવા સમય આપ્યો - delhi-police

જામિયા હિંસા કેસમાં જેલમાં બંધ શરજીલ ઇમામ વિરુદ્ધ તપાસની મુદત 90 દિવસથી વધારીને 180 દિવસ કરવાની અરજીને સુનાવણી કરતી કોર્ટને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને વધુ એક સોગંદનામું દાખલ કરવા સમય આપ્યો છે.

delhi-police
જામિયા હિંસા

By

Published : Jun 10, 2020, 10:52 PM IST

નવી દિલ્હીઃ જામિયા હિંસા કેસમાં જેલમાં બંધ શરજીલ ઇમામ વિરુદ્ધ તપાસની મુદત 90 દિવસથી વધારીને 180 દિવસ કરવાની અરજીને સુનાવણી કરતી કોર્ટને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને વધુ એક સોગંદનામું દાખલ કરવા સમય આપ્યો છે.

જસ્ટિસ વી કમેશ્વર રાવની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી દિલ્હી પોલીસને 25 જૂન સુધીમાં એક વધારાનું સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. 13 મેના રોજ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી હતી. શરજીલ ઇમામે હાઇકોર્ટથી જામીન માંગ્યા છે. હકીકતમાં 25 એપ્રિલે, પટિયાલા હાઉસ કોર્ટે શરજીલ ઇમામ વિરુદ્ધ તપાસનો સમયગાળો 90 દિવસથી વધારીને 180 દિવસ કર્યો હતો.

જો કે, શરજીલ ઇમામ વિરુદ્ધ દિલ્હી પોલીસે યુએપીએનો કેસ નોંધ્યો હતો. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે કોર્ટને કહ્યું હતું કે, કોરોનાથી લોકડાઉન થયા બાદ તપાસની ગતિ ખૂબ પ્રભાવિત થઈ છે. જેથી તપાસની અવધિ 90 દિવસથી વધારીને 180 દિવસ કરવી જોઈએ.

દિલ્હી પોલીસની અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે ક્રાઈમ બ્રાંચના અહેવાલને જોતા જાણવા મળ્યું કે, યુએપીએ હેઠળ તપાસનો સમયગાળો 90 દિવસનો છે. યુએપીએના સેક્શન 43 (ડી) (2) હેઠળ તપાસની અવધિ 90 દિવસ લંબાવી શકાય છે. 4 મેના રોજ પટિયાલા હાઉસ કોર્ટે જામિયા હિંસા કેસમાં જેલમાં રહેલા શરજીલ ઇમામની જામીન અરજી નામંજૂર કરી હતી.

શરજિલ ઇમામે તેની જામીન અરજીમાં કહ્યું હતું કે, 27 એપ્રિલે તપાસ માટે નક્કી કરેલા 90 દિવસ પૂરા થયા છે, જેથી તેને કાયદા મુજબ જામીન મળવા જોઈએ. કોર્ટે આ દલીલને નકારી કાઢી હતી. કોર્ટે તપાસ માટે 90 દિવસની મુદત પૂર્ણ કરવા માટે 180 દિવસનો સમયગાળો આપી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details