ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામની પૂછપરછ માટે દિલ્હી પોલીસને મંજૂરી અપાઈ - લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામની

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામની પૂછપરછ માટે દિલ્હી પોલીસને મંજૂરી આપી છે. દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ દેશદ્રોહના કેસમાં ઝફરુલ ઇસ્લામની પૂછપરછ કરશે. સ્પેશિયલ સેલ તપાસમાં જોડાવા માટે 15 જૂને નોટિસ આપશે.

લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામની પૂછપરછ માટે દિલ્હી પોલીસને મંજૂરી અપાઈ
લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામની પૂછપરછ માટે દિલ્હી પોલીસને મંજૂરી અપાઈ

By

Published : Jun 12, 2020, 10:31 PM IST

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામની પૂછપરછ માટે દિલ્હી પોલીસને મંજૂરી આપી છે. દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ દેશદ્રોહના કેસમાં ઝફરુલ ઇસ્લામની પૂછપરછ કરશે. સ્પેશિયલ સેલ તપાસમાં જોડાવા માટે 15 જૂને નોટિસ આપશે.

હાઇકોર્ટે ઝફરુલ ઇસ્લામની ધરપકડ 22 જૂન સુધી મુલતવી રાખી છે. ઝફરુલ ઇસ્લામની પૂછપરછ કરવાની મંજૂરી મેળવવા દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગત 4 જૂને હાઈકોર્ટમાં ઝફરુલ ઇસ્લામ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન દિલ્હી સરકારે હાઈકોર્ટને કહ્યું હતું કે, ઝફરુલ ઇસ્લામે તેનો જવાબ આપ્યો છે. 12 મેના રોજ હાઈકોર્ટે ઝફરુલ ઇસ્લામની ધરપકડ પર વચગાળાના સ્થાયી મંજૂરી આપી હતી. જસ્ટિસ મનોજકુમાર ઓહરીની બેંચએ આદેશ આપ્યો છે કે, 22 જૂન સુધી ઝફરુલ ઇસ્લામ વિરુદ્ધ કોઈ નિવારક કાર્યવાહી કરવામાં નહીં આવે.

28 ફેબ્રુઆરીએ ફેસબુક પર ઝફરુલ ઇસ્લામની પોસ્ટનો ઉલ્લેખ કરતા, ઝફરુલ ઇસ્લામને આયોગના પ્રમુખ પદ પરથી હટાવવાની માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક પોસ્ટ દ્વારા હિન્દુ સમુદાય વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઝફરુલની આ ટિપ્પણી બંને ધર્મો વચ્ચે વિવાદ ઉભો કરવાના હેતુથી કરવામાં આવી હતી. આ ટિપ્પણી એવા સમયે કરવામાં આવી છે. જ્યારે ભારત કોરોના જેવા વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details