ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યશવંત સિન્હાને ધરપકડ કર્યા બાદ છોડી મુકાયા... - યશવંત સિંહાનું ટ્વીટ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હાની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમને છોડી મુકાયા છે. તેમણે ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. યશવંત સિન્હા સ્થળાંતર મજૂરોની સમસ્યાઓ સંદર્ભે રાજઘાટ ખાતે ધરણા પર બેઠા હતા.

યશવંત સિંહા
યશવંત સિંહા

By

Published : May 18, 2020, 11:08 PM IST

Updated : May 18, 2020, 11:26 PM IST

રાંચી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હા સોમવારે રાજઘાટ ખાતે સ્થળાંતર મજૂરોના મુદ્દે ધરણા પર બેઠા હતા. લોકડાઉન દરમિયાન ધરણા અને પ્રદર્શન પર પ્રતિબંધ છે.

પૂર્વ કેન્દ્રીયપ્રધાન યશવંત સિંહાનું ટ્વીટ

તેમની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ દિલીપ પાંડે અને સંજયસિંહે પણ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ધરણા પર બેઠા બાદ તેમણે કહ્યું હતું કે તેમની સાધારણ માંગ છે કે સશસ્ત્ર દળો અને અર્ધ સૈનિક દળોએ તમામ સંસાધનોનો ઉપયોગ કરવાની જવાબદારી સોંપવી જોઈએ અને આ સ્થળાંતર કામદારોને આદર સાથે તેમના ઘરે લઇ જવા જોઈએ.

તેમણે કહ્યું કે, જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેસશે, ત્યારબાદ રાજઘાટ પર ધરણા પર બેસેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હાની પોલીસે ધરપકડ કરી હતી. યશવંત સિન્હાએ ટ્વીટ કરી આ માહિતી આપી હતી. જો કે, હવે છોડી મુકાયા છે.

Last Updated : May 18, 2020, 11:26 PM IST

ABOUT THE AUTHOR

...view details