હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથેના સામુહિક દુષ્કર્મના ચારેય આરોપી એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. તેલંગાણા પોલીસે એન્કાઉન્ટરની સ્પષ્ટતા કરી છે. આ ઘટનાની માહિતી મળતા જ સોશિયલ મીડિયા પર નેતાઓ અને લોકો દ્વારા પ્રતિક્રિયા આપવાનું શરૂ થઈ ગયું હતું. આ ઘટના બાદ ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વિટર પર દિલ્હી પોલીસ પર કટાક્ષ કર્યો છે.
'નિર્ભયાના આરોપીઓને પણ ઘટના સ્થળે લઈ જાઓ, કદાચ ન્યાય મળી જાય' :કપિલ મિશ્રા - બીજેપી નેતા
નવી દિલ્હી: હૈદરાબાદ સામુહિક દુષ્કર્મના ચારેય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. ઘટનાને લઈને બીજેપી નેતા કપિલ મિશ્રાએ ટ્વીટર પર દિલ્હી પોલીસ પર કટાક્ષ કર્યો છે.
etv bharat
કપિલ મિશ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરતા લખ્યું કે, 'પ્રિય દિલ્હી પોલીસ, એકવાર નિર્ભયાના આરોપીઓને પણ ઘટના સ્થળે લઈ જવામાં આવે, કદાચ નિર્ભયાને પણ ન્યાય મળે'. કપિલ મિશ્રાએ એન્કાઉન્ટર માટે હૈદરાબાદ પોલીસને શાબાશી આપી છે.
આપને જણાવી દઈએ કે, એન્કાઉન્ટર પર સાઈબરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનરે જણાવ્યું કે, આરોપી આરિફ મોહમ્મદ, નવીન, શિવા અને ચેન્નેકશવુલુ આજે વહેલી સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન ચંદનપલ્લી શાદનગરમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.