નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને આ આંકડો 31 હજારને પર પહોંચી ગયો છે. આંકડાના વધારા સાથે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવારમાં બેડની અછત સામે આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે 22 ખાનગી હોસ્પિટલોને આદેશ આપ્યો છે કે, કોરોનાની સારવાર માટે બેડની ક્ષમતામાં 20 ટકાથી પણ વધારે બેડની સંખ્યામાં વધારો કરવો જોઇએ.
1441થી વધીને 3456 થશે બેડની સંખ્યા
જે હોસ્પિટલોનો આદેશ આપવામાં આવ્યો છે. તેમાં એપોલો, બાત્રા, ફોર્ટિસ, બી.એલ. કપૂર, મહારાજા અગ્રસેન, વેંકટેશ્વર, સેન્ટ સ્ટીફન્સ અને હોલી ફૌમિલી જેવી હોસ્પિટલો સામેલ છે. આ તમામ હોસ્પિટલોમાં કુલ 7323 બેડ છે, જેમાંથી 1441 કોરોના દર્દીઓ માટે અનામત છે. પરંતુ દિલ્હી સરકારના નવા આદેશ બાદ હવે આ હોસ્પિટલોના 3456 બેડ પર કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવશે.