દિલ્હીઃ તમામ પ્રકારની સાવચેતી રાખવા છતાં પણ દિલ્હીમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે દિલ્હી યુનિવર્સિટીમાં પણ કોરોના વાઈરસના પગપેસારો થઈ રહ્યો છે. દિલ્હી વિશ્વ વિદ્યાલયના ઈન્ટનેશલ હોસ્ટેલ ફોર વૂમેનમાં રહેતી 9 વિદેશી વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી હતી. ત્યારબાદ 8 વિદ્યાર્થિનીઓને ઈજ્જરના એમ્સ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
વિદ્યાર્થિની તપાસમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણ
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિશ્વવિદ્યાલયમાં રહેતી વિદ્યાર્થિની કોરોના સંક્રમણનો ભોગ બની છે. જેની જાણકારી વહીવટી તંત્રને મળતા હૉસ્ટેલની આ વિદ્યાર્થિનીને તેના ઘરે પહોંચાવા માટે એમ્બેસીનો સંર્ક કર્યો હતો. એમ્બેસીન દ્વારા વિદ્યાર્થિની કોરોનાની તપાસ કરતાં તેમાં કોરોના લક્ષણો મળ્યા હતા. જેથી વિદ્યાર્થિનીના પરિજનોને પાસે મોકલવામાં આવી હતી.
દિલ્હી: DUની 9 વિદેશી વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત, એઈમ્સમાં કરાઈ દાખલ - latest news of delhi
દિવસેને દિવસે વધતાં કોરોના કેસ સામે તંત્ર સતત સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે વધુ એક ચિંતામાં સમાચાર આવ્યાં છે. હવે દિલ્હી યુનિવર્સિટીમાં પણ કોરોના વાઈરસનો પગપેસારો થઈ રહ્યો છે. દિલ્હી વિશ્વ વિદ્યાલયના ઈન્ટનેશલ હોસ્ટેલ ફોર વૂમેનમાં રહેતી 9 વિદેશી વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી છે. જેથી વિશ્વવિદ્યાલયના પ્રશાસનની તરફથી વિદ્યાર્થિઓને હૉસ્ટલ ખાલી કરીને ઘરે જવા માટેની અપીલ કરાઈ રહી છે.
વિદ્યાર્થિનીઓની થઈ રહી છે તપાસ
સાવચેતી રૂપે 44 મહિલા વિદ્યાર્થીઓની પણ કોરોના તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આઠ છોકરીઓમાં કોરોના ચેપની પુષ્ટિ કરવામાં આવી છે. તે જ સમયે ડીન સ્ટુડન્ટ વેલ્ફેર પ્રોફેસર રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે. વિદેશી વિદ્યાર્થિઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ 8 વિદ્યાર્થિઓને ઈજ્જરની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેઓની સારવાર ડોકટરોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વવિદ્યાલયના પ્રશાસનની તરફથી વિદ્યાર્થિઓને હૉસ્ટલ ખાલી કરીને ઘરે જવા માટેની અપીલ કરાઈ રહી છે.