દિલ્હીમાં એક અઠવાડિયામાં કોરોનાના 8 હજારથી વધુ કેસ, મૃત્યુઆંક 300ને પાર - દિલ્હીમાં મૃત્યુઆંક 300ને પાર
રાજધાની દિલ્હીમાં છેલ્લા 7 દિવસથી કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. એક અઠવાડિયામાં 8 હજારથી વધુ કેસ નોંધાયા છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ 1000થી વધુ કોરોનાનાં કેસ નોંધાય રહયા છે. દિલ્હીમાં 1 મેના રોજ કોરોના કેસનો આંકડો 3,738 હતો. જે 1 જૂનના રોજ વધીને 20,834 પર પહોંચી ગયો છે.
લોકડાઉનના આ તબક્કામાં દિલ્હી સરકારે કેટલીક શરતો સાથે છૂટ આપવાની શરૂ કરી, દુકાનો અને બજારો ખોલવામાં આવ્યા, પરંતુ આ આંકડાથી સમજી શકાય છે કે,છેલ્લા 7 દિવસમાં ડબલ કેસ સામે આવ્યા છે.
દિલ્હી સરકારના આરોગ્ય બુલેટિનમાં જાણવા મળ્યું કે, 15 મેથી 28 મે દરમિયાન દિલ્હીમાં કોરોનાના 7,811 કેસ હતા. પાટનગરમાં કોરોના સંક્રમણ 28 મેથી કોરોનાના કેસમાં વધારો થયો. 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાનો આંકડો એક હજારને પાર પહોંચી ગયો. પરંતુ 1 જૂનના રોજ, કેસમાં ઘટાડો જોવા મળ્યો, તે દિવસે 990 કેસ નોંધાયા હતા. 3 જૂનના રોજ દિલ્હીમાં કોરોનાનો આંકડો દોઢ હજારને પાર પહોંચી ગયો.
દિલ્હીમાં કોરોનાને કારણે થતાં મૃત્યુના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. 28 મેના રોજ કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 316 હતી, જે 3 જૂને વધીને 606 થઈ ગઈ, એટલે કે, એક અઠવાડિયામાં, કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા મૃત્યુમાં લગભગ 50 ટકાના મોત નોંધાયા છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, 1 મેના રોજ, દિલ્હીમાં મૃતકોનો આંકડો 61 હતો, જે હવે 606 થઈ ગયો છે.
દર 90 મિનિટમાં દિલ્હીમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થઈ રહ્યુ છે.દિલ્હીના મુખ્ય પ્રધાન સતત અપીલ કરે છે કે, આપણે કોરોના સાથે રહેતા શીખવું જોઈએ. પરંતુ સતત વધી રહેલા કોરોનાના કેસ ચિંતાનો વિષય બન્યો છે.