અલ્કા લાંબાએ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જ્યારથી કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો લાગી રહી હતી, ત્યારે આજે એટલે કે શુક્રવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને તે પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેઓ સોનિયા ગાંધીના 10 જનપદ રોડ સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતાં, જ્યાં તેમને કોંગ્રેસનું સભ્યપદ મળ્યું હતું.
6 વર્ષ બાદ ઘર વાપસી, કોંગ્રેસમાં જોડાઇ અલ્કા લાંબા - સોનિયા ગાંધી
નવી દિલ્હી: દિલ્હીના ચાંદની ચોકથી ધારાસભ્ય અલ્કા લાંબાએ આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. અલ્કા લાંબાએ ટ્વીટ કરતા કહ્યું કે, AAPને ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. અને તે પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે.
Alka
છેલ્લા ઘણા સમયથી AAP સાથે વિભિન્ન મુદ્દાઓમાં વિવાદમાં સંકળાયેલી જોવા મળી હતી. ઓગસ્ટની શરૂઆતમાં અલ્કા લાંબાએ કહ્યું કે, તેમણે પાર્ટીની પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે અને તે અપક્ષ ઉમેદવાર તરીકે આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.
Last Updated : Sep 6, 2019, 8:56 PM IST