દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસની અસર સતત વધતી જ જાય છે. દિલ્હીની અલગ અલગ ઓફિસના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હવે દિલ્હી મેટ્રોના ઘણા કર્મચારીઓ પણ આ મહામારીની ઝપેટમા આવ્યા છે.
દિલ્હીમાં કોરોના કેર યથાવત, મેટ્રોના 20 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં - દિલ્હી અપડેટ્સ
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસની અસર વધતી જ જાય છે. ફરી એકવાર દોડવાની કોશિશ કરતી મેટ્રોના ધમા કર્મચારીઓ વાઈરસની ઝપેટમાં આવ્યા છે.
મેટ્રોના 20 કર્મચારીઓ આવ્યા કોરોનાની ઝપેટમાં
DMRCએ જણાવ્યા મુજબ, મેટ્રોના 20 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તે બધામાં કોરોનાના લક્ષણો ઓછા છે, અને તેઓમા સતત સુધારો થઈ રહ્યો છે.
દિલ્હીમાં મેટ્રો સિવાય રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનનો કર્મચારી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે, ત્યાર બાદ એક ફ્લોરને બંધ કરી સેનીટાઈઝ કરવામાં આવ્યો છે.