ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી, હૈદરાબાદ સહિતના શહેરોમાં મેટ્રો સેવા આજથી ફરી શરૂ - લોકડાઉન બાદ મેટ્રો સેવા

કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.જે બાદ હવે અનલોક 4 જાહેર થતા દેશેના ચાર શહેરોમાં મેટ્રો સેવા ફરી શરૂ થઇ છે. જેમાં હૈદરાબાદ, લખનઉ, બેંગલુરૂ, દિલ્હી અને અમદાવાદમાં ફરી મેટ્રો સેવાનો પ્રારંભ થયો છે. યાત્રા દરમિયાન માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

મેટ્રો સેવા
મેટ્રો સેવા

By

Published : Sep 7, 2020, 7:46 AM IST

નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે 5 મહીનાથી મેટ્રો સેવા બંધ કરવામાં આવી હતી. જોકે હવે સોમવારથી ફરી મેટ્રો સેવા શરૂ કરવામાં આવી છે. સોમવારે સવારે ગુરૂગ્રામના હૂડા સિટી સેન્ટરમાં પ્રથમ લાઇન ટ્રેન રવાના થઇ છે. મેટ્રો અનુસાર સેવા ત્રણ ચરણોમાં સેવાઓ શરૂ કરવામાં આવશે. જોકે લોકોને અપીલ કરવામાં આવી છે કે જરૂરી કામ હોય તો જ આ સેવાનો ઉપયોગ કરવો. દિલ્હી મેટ્રો રેલ નિગમના અધિકારીઓએ રવિવારે કહ્યું કે, અમુક નિશ્ચિત કરવામાં આવેલા સ્ટેશનો પર સેવા બંધ રહેશે.

પહેલા ચરણ હેઠળ સૌથી પહેલા યેલો લાઇન પર સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ રૂટના માધ્યમથી પ્રવાસીઓ સમયપુર બાદલીથી ગુરુગ્રામના હુડા સિટી સેન્ટર સુધી જઈ શકશે. DMRCએ જણાવ્યું કે, COVID-19ના સંક્રમણને રોકવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે દિલ્હી મેટ્રોની સેવા 169 દિવસ બાદ ફરીથી શરૂ થઈ છે.

અમદાવાદ શહેરમાં પણ આજથી મેટ્રો ટ્રેન સેવા ફરી શરૂ થશે. તે માટે ગઇકાલે ટ્રેનનું સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ફક્ત દસ ટકા પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકશે. જે પ્રવાસીએ માસ્ક પહેર્યુ નહીં હોય તેમની પાસે દંડ વસૂલવામાં આવશે. દરેક પ્રવાસ પછી ટ્રેનને સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details