નવી દિલ્હીઃ લૉકડાઉનના બીજા ચરણના છઠ્ઠા દિવસે દિલ્હીને અમુક રાહતો મળી શકે છે. લૉકડાઉનના કારણે જરુરી સેવાઓ ઉપરાંત બાકી તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ છે, પંરતુ તેમાં અમુક રાહત મળવાની સંભાવના છે.
કેબિનેટ બેઠકમાં થઇ ચર્ચા
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જાહેરાત મહત્વનું છે કે, શનિવારે સાંજે દિલ્હી કેબિનેટમાં મહત્વપૂર્ણ બેઠક થઇ હતી, જેમાં તેને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી કે, દિલ્હીમાં જરુરી સેવાઓ ઉપરાંત પણ લૉકડાઉનમાં અમુક રાહત આપવામાં આવશે. દિલ્હી સરકારના સેક્રેટરી, સર્વિસિસ તરફથી તેને લઇને આદેશ આપવામાં આવ્યા છે, જેમાં જણાવ્યું છે કે, સરકારના તમામ વિભાગ સહિત કર્મચારીઓની સાથે કામ કરી શકે છે.
રાહતને લઇને આદેશ
આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગ્રુપ- A અને ગ્રુપ- Bના કર્મચારીઓ પણ કાર્યાલય આવી શકે છે અને ગ્રુપ - C અને તેની નીચે આવતા કર્મચારીઓ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરતા 33 ટકા ઉપસ્થિત રહી શકે છે. આ સમગ્ર આદેશ ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિર્દેશ હેઠળ જાહેર કરવામાં આવ્યો છે.
છૂટને લઇને કેન્દ્રએ આ કહ્યું
વધુમાં જણાવીએ તો કેન્દ્ર સરકારે છૂટને લઇને કહ્યું હતું કે, 20 એપ્રિલથી રાજ્ય સરકાર પોતાની રીતે અમુક રાહત આપવાનો નિર્ણય કરી શકે છે અને તેને ધ્યાને રાખીને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ દિલ્હીને લૉકડાઉનમાં મળનારી રાહતોની રવિવારે જાહેરાત કરી શકે છે.