ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીએ એક વર્ષમાં ગુમાવ્યા ત્રણ પૂર્વ મુખ્યપ્રધાન - chief ministers

નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે અવસાન થયુ છે. 67 વર્ષની ઉંમરે તેમણે છેલ્લા શ્વાસ લીધાં. રાજકારણમાં પોતાની અલગ પ્રતિભા ઉભી કરનારા સુષ્મા સ્વરાજ દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન પણ રહી ચુક્યા છે. આ વર્ષે દિલ્હીના અન્ય બે પૂર્વ મુખ્યપ્રધાનના પણ અવસાન થયા છે.

એક વર્ષમાં દિલ્હીએ ગુમાવ્યા ત્રણ પૂર્વ મુખ્યપ્રધાન

By

Published : Aug 7, 2019, 6:25 AM IST

છેલ્લા એક વર્ષમાં દિલ્હીના લોકોએ ત્રણ પૂર્વ મુખ્યપ્રધાન ગુમાવ્યા છે.

જુલાઈમાં શીલા દીક્ષિતનું થયુ હતું અવસાન

10 જુલાઈએ દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતનું નિધન થયુ હતું. થોડા દિવસોની માંદગી પછી એસ્કૉટર્સ હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડાયા હતાં. સારવાર દરમિયાન હાર્ટ એટેક આવવાથી તેમનુ અવસાન થયુ હતું. તેઓ 1998થી 2013 સુધી સતત15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યપ્રધાન રહ્યા હતાં.

મદનલાલ ખુરાનાનું નિધન

27 ઓક્ટોબર 2018ના રોજ દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા મદનલાલ ખુરાનાનું અવસાન થયુ હતું. મદનલાલ ખુરાના 1993થી 1996 સુધી દિલ્હીના મુખ્યપ્રધાન રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details