નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, રાજધાનીની અંદર કોરોનાના અત્યાર સુધીમાં 10,054 કેસ નોંધાયા છે, પરંતુ લોકો સ્વસ્થ થઈને ઘરે પણ જઈ રહ્યાં છે. લગભગ 45 ટકા ચેપગ્રસ્ત લોકો સ્વસ્થ થઈ ગયા છે અને ઘરે ગયા છે.
કોરોના જલ્દી સમાપ્ત થશે નહીં, આપણે તેની સાથે જીવવું પડશે: કેજરીવાલ - arvind kejriwal
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે, લોકડાઉન 31 મે સુધી ચાલુ રહેશે, પરંતુ તેમાં ઘણી છૂટછાટો પણ આપવામાં આવશે.

કોરોના જલ્દી સમાપ્ત થશે નહી, આપણે તેની સાથે જીવવું પડશે: કેજરીવાલ
કેજરીવાલે સોમવારે સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પત્રકારોને જણાવ્યું હતું કે, 'કોરોના આવતા એક-બે મહિનામાં સમાપ્ત થશે નહીં. તેની વેક્સીન ના આવે ત્યાં સુધી તે સમાપ્ત થશે નહીં. હવે આપણે કોરોના સાથે જીવન જીવતા શિખવું પડશે. લોકડાઉન હંમેશાં માટે નહીં રહે.
તેમણે જણાવ્યું હતું કે, છૂટછાટ હેઠળ બસ સેવાઓ શરૂ કરવામાં આવશે. જો કે, મહત્તમ 20 મુસાફરો બસમાં બેસી શકશે. તેમણે કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો બંધ રહેશે.