દિલ્હી હાઈકોર્ટે પી. ચિદમ્બરમની જામીન અરજી ફગાવી, તિહાડમાં જેલવાસ યથાવત - તિહાડમાં જેલવાસ
નવી દિલ્હી: INX મીડિયા કેસના આરોપી પી.ચિદમ્બરમની જામીન અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે. 27 સપ્ટેમ્બરના કોર્ટે તેમની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખતા ચિદમ્બરમને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાડ જેલમાં જ રહેવું પડશે.
પી. ચિદમ્બરમની જામીન અરજી
મહત્વનું છે કે, પહેલા પણ દિલ્હી હાઇકોર્ટે તેમના આગોતરા જામીન ફગાવ્યા હતા જેથી CBIએ ચિદમ્બરમની તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. ત્યારબાદથી જ તિહાડ જેલમાં જેલવાસ ભોગવી રહેલા પી. ચિદમ્બરની જામીન અરજી પર સોમવારે CBI તરફથી દિલ્હી હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તેથી તેમને જામીન ન મળવા જોઈએ. જો કે કોર્ટે આ અંગે CBIની દલીલને મહત્વની સમજી જામીન અરજી ફગાવી હોય તેવું માની શકાય.