નવી દિલ્હીઃ દિલ્હીની પંડિત દિન દયાલ ઉપાધ્યાય સ્મૃતિ સંસ્થાન નામની એક NGO દ્વારા અરજી દાખલ કરી તેમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રેડ યુનિયનો અને કર્મચારીઓની સાંઠગાંઠ દ્વારા મોટાપાયે સહાયની રકમ મેળવવા બાંધકામ મજૂરો તરીકે એવા મજૂરોની નોંધણી કરાવી દેવામાં આવી છે કે જેઓ બાંધકામ મજૂરો છે જ નહી. આ મજૂરોને સહાયની રકમમાંથી 50 ટકા આપવાની લાલચ સાથે નામ નોંધવામાં આવ્યા હતા.
મજૂરોના આર્થિક સહાયના કૌભાંડમાં CBI તપાસની અરજી પર દિલ્હી હાઇકોર્ટે સુનાવણી ટાળી - દિલ્હી સરકાર
દિલ્હી હાઈકોર્ટે પ્રવાસી અને બાંધકામ મજૂરોની સહાય માટેના 3200 કરોડ રૂપિયાના કૌભાંડમાં CBI તપાસની માગ કરતી અરજી પર સુનાવણી ફગાવી દીધી છે. આ માટે હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને 16 જૂને નોટિસ પાઠવી હતી.
દિલ્હી હાઈકોર્ટ દ્વારા પ્રવાસી અને બાંધકામ મજૂરોની આર્થિક સહાયની કૌભાંડમાં CBI તપાસની અરજી પર સુનાવણી ટાળી
અરજીમાં આ મામલે CBI તપાસની માગ કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હીમાં બાંધકામ મજૂરોને મળવાપાત્ર રકમ આ રીતે અન્ય મજૂરોને બારોબાર આપી દેવામાં આવી છે. સહાયની રકમ માટે કરવામાં આવેલા રજીસ્ટ્રેશન માં 80 ટકા બાંધકામ મજૂરો નથી.
આ કૌભાંડ પાછળ દિલ્હીમાં મકાનો અને અન્ય ઇમારતોના બાંધકામ મજૂરોના વેલફેર બોર્ડની ભૂમિકા હોવાની શક્યતાઓ છે.