નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે, ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના દર્દીઓ પાસેથી લેવામાં આવતા બિલ પર લગામ લગાવવા માટે દાખલ કરેલી અરજીનો નિકાલ કરતા અરજદારોને સરકાર પાસે જવા કહ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે કોર્ટ આ મુદ્દે કોઈ આદેશ આપી શકતી નથી.
આ અરજી વકીલ અમિત સાહની દ્વારા કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો સારવાર માટે કોરોના દર્દીઓ પાસેથી ઘણા પૈસા લે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે દર્દીઓને સારવારની જરૂર હોય અને આઈસીયુમાં દાખલ કરવાની જરૂર હોય તેમને પૈસાના અભાવે હોસ્પિટલમાં એડમિટ કરવાનો ઇનકાર કરવામાં આવે છે.