ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાઇકોર્ટે દિલ્હીમાં થયેલી હિંસા મુદ્દે 7 જુલાઇ સુધીમાં જવાબ આપવા પોલીસને આપ્યા નિર્દેશ

દિલ્હી હાઈકોર્ટે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં ચાર્જશીટ દાખલ કરવા માટે 2 મહિનાનો વધારે સમય આપવાની પડકારતી અરજી પર દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. જસ્ટિસ સુરેશ કૈતએ દિલ્હી પોલીસને 7 જુલાઇ સુધીમાં જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો છે.

દિલ્હી હાઇકોર્ટે શહેરમાં થયેલી હિંસાના કેસમાં 7 જુલાઇ સુધીમાં જવાબ આપવા દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યા
દિલ્હી હાઇકોર્ટે શહેરમાં થયેલી હિંસાના કેસમાં 7 જુલાઇ સુધીમાં જવાબ આપવા દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યા

By

Published : Jun 24, 2020, 4:15 PM IST

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી હિંસાના કેસમાં જેલમાં રહેલા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇશરતજહા દ્વારા આ અરજી કરવામાં આવી છે. ઇશરત જહાં વતી વકીલ લલિત વાલેચા અને મનુ શર્માએ પટિયાલા હાઉસ કોર્ટમાં હિંસાના મુદ્દે ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ બે મહિનાનો સમય આપવાના આદેશ પર સ્ટેની માગ કરી હતી. તેમણે કહ્યું કે, ટ્રાયલ કોર્ટનો નિર્ણય ખોટો છે. તે લોકશાહી અને મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. ત્વરિત અને નિષ્પક્ષ ન્યાય મેળવવો એ ન્યાય પ્રણાલીનો મૂળભૂત ગુણ છે.

પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ 17 જૂનના રોજ સ્પેશિયલ સેલની અરજી પર આ આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારના વકીલને આ કેસમાં વધુ દસ્તાવેજો ફાઇલ કરવાની મંજૂરી આપી હતી. અરજીમાં જણાવાયું છે કે, દિલ્હી પોલીસે કાયદાનો દુરઉપયોગ કર્યો છે. ચાર્જશીટ ફાઇલ કરવા માટે સમય વધારવાની માગણી કરવી યોગ્ય નથી. અરજીમાં ઇશરતજહા સામે વધારાની કલમો લાદવા અંગે સવાલ કરવામાં આવ્યા છે, કારણ કે તે માત્ર શાંતિપૂર્ણ વિરોધની તરફેણમાં હતા.

સ્પેશિયલ સેલે દિલ્હી હિંસાની ઘટનામાં કાવતરું ઘડવાના આરોપમાં UAPA હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. સ્પેશિયલ સેલે જેના સામે યુએપીએ હેઠળ FIR દાખલ કરી છે, તેમાં ઇશરત જહાં, ખાલિદ સૈફી, સફુરા જર્ગર, ગલ્ફિશા ફાતિમા, નતાશા નરવાલ, દેવાંગન કલિતા અને તાહિર હુસેન સામેલ છે. આ તમામ આરોપીઓ હાલ જેલમાં છે. સ્પેશિયલ સેલે એફઆઈઆરમાં જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદનું નામ પણ લીધું છે, પરંતુ હજુ સુધી તેની ધરપકડ થઈ નથી. સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર ઉમર ખાલિદે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા અન્ય આરોપીઓ સાથે દિલ્હીમાં થયેલી હિંસામાં કાવતરું ઘડ્યું હતું.

સ્પેશિયલ સેલએ કોર્ટને ચાર્જશીટ ફાઇલ કરવા માટે 17 સપ્ટેમ્બર સુધીનો સમય આપવાની માગ કરી હતી. સ્પેશિયલ સેલ વતી એડવોકેટ ઇરફાન અહેમદે જણાવ્યું કે, લોકડાઉનને કારણે તપાસ પૂર્ણ થઈ શકી નથી. કોર્ટે નોંધ્યું હતું કે, આ કેસ સંબંધિત કોલ ડિટેઇલના રેકોર્ડ અને ઇ-મેઇલની હજુ ચકાસણી બાકી છે. આ કેસમાં મુખ્ય આરોપીઓની ધરપકડ થવાની બાકી છે. તેની ઓળખ કરવા અને તેની ધરપકડ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લોકડાઉન થવાને કારણે આરોપી ખાલિદ સૈફીના મોબાઇલ ફોનનો ડેટા મળી શક્યો નથી. આ સિવાય કાર્યવાહી માટે દિલ્હી સરકારના અભિયોજન વિભાગની પરવાનગી લેવાની બાકી છે.

દિલ્હીમાં થયેલી હિંસાના કેસમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધીમાં લગભગ સો ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ સામાન્ય રીતે UAPA હેઠળ 90 દિવસની અંદર ફાઇલ કરવામાં આવે છે. યુએપીએના કિસ્સામાં, છેલ્લો રિપોર્ટ 180 દિવસની અંદર પણ દાખલ કરી શકાય છે. આ પછી UAPA હેઠળના આરોપી જામીન માટે હકદાર ગણાય શકે છે.

ABOUT THE AUTHOR

...view details