નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ દ્વારા હાથ ધરાયેલી સુનાવણીમાં જાણીતી એન્ટીસેપ્ટિક બ્રાન્ડ 'ડેટોલ'નું નામ વાપરી લોકોને છેતરતી ‘ડેવટોલ' નામની કંપનીને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
'ડેટોલ'નું નામ વાપરી ગ્રાહકોને છેતરતી 'ડેવટોલ' નામની કંપનીને એક લાખનો દંડ
દિલ્હી હાઈકોર્ટ દ્વારા જાણીતી બ્રાન્ડ ડેટોલનું નામ વાપરી લોકોને છેતરતી 'ડેવટોલ' નામની કંપનીને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કંપની દ્વારા તેની પેદાશો કોરોના વાઇરસને નષ્ટ કરે છે તેવો દાવો કરવામાં આવ્યો હતો.
'ડેટોલ'નું નામ વાપરી ગ્રાહકોને છેતરતી 'ડેવટોલ' નામની કંપનીને એક લાખનો દંડ
‘ડેટોલ' દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ કંપની ટ્રેડમાર્કના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને તેની પેદાશો કોરોના વાઇરસને નષ્ટ કરતી હોવાના ખોટા દાવા હેઠળ બજારમાં વેચી રહી છે.
ત્યારબાદ કોર્ટ દ્વારા આ કંપનીને તેની પેદાશો બજારમાંથી પાછી ખેંચી લેવા આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રકમને જુવેનાઇલ જસ્ટિસ ફંડમાં જ કરાવવામાં આવશે.