નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને સૂચના આપી છે કે તે દરેક હોસ્પિટલ્સ માટે કોરોના સંક્રમિત દર્દીઓના સાજા થવા પર તેમનુ પ્લાઝમાં લેવું ફરજિયાત કરવાની માંગ કરવાવાળી અરજી પર અહેવાલની જેમ વિચાર કરે. ચીફ જસ્ટિસ ડી.એન.પટેલની અધ્યક્ષતા વાળી બેંચે અરજદારની સલાહ પર કાયદા અનુસાર વિચાર કરવાની સુચના આપી છે.
પ્લાઝમાં થેરેપી સિવાય કોરોનાનું અત્યાર સુધી કોઇ પણ અસરકારક સોલ્યુશન નથી
આ અરજી પિયુષ ગુપ્તાએ કરી હતી. અરજદાર વતી વકીલ કપિલ ગોયલે માંગ કરી હતી કે, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને માર્ગદર્શિકા જારી કરવામાં આવે કે હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં પ્લાઝમા સરળતાથી મળી રહે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે હોમ આઇસોલેશન અથવા ક્વોરોન્ટાઇન રહેતા દર્દીઓ માટે પણ માર્ગદર્શિકા જારી કરવા જોઈએ. અરજીમાં જણાવાયું છે કે પ્લાઝમા થેરાપી સિવાય કોરોના માટે હજી સુધી કોઈ અસરકારક ઉપાય શોધી શકાયો નથી. પરંતુ અમારી સરકાર પ્લાઝમાની ઉપલબ્ધતા માટે અસરકારક પગલાં લઈ રહી નથી.