ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી: સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હોસ્પિટલમાં રહેશે દાખલ - satendra jain found corona positive

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને બીજી વાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બીજી વખતના કોરોના ટેસ્ટમાં સત્યેન્દ્ર જૈન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના પોઝિટિવ હોવાને કારણે, તેઓ રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ રહેશે.

સત્યેન્દ્ર જૈન
સત્યેન્દ્ર જૈન

By

Published : Jun 17, 2020, 8:48 PM IST

નવી દિલ્હી: દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની બીજી વાર કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. સત્યેન્દ્ર જૈન બીજા ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના પોઝિટિવ હોવાને કારણે, તેઓ રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ રહેશે. શ્વાસ લેવામાં તકલીફ થતાં સત્યેન્દ્ર જૈનને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈનનો પહેલા પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.

સત્યેન્દ્ર જૈનને હવે તાવ ઓછો છે, પરંતુ તેમને શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ રહી છે. સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ મંગળવારે થયેલી તપાસમાં નકારાત્મક આવ્યો હતો, પરંતુ બુધવારે તેમનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સત્યેન્દ્ર જૈને પોતે પણ પાછલા દિવસે ટ્વીટ કરીને તેમની તબિયત લથડતી હોવાની માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે મને તીવ્ર તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થયા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હું તમને અપડેટ આપતો રહીશ.

ABOUT THE AUTHOR

...view details