ચારમાંથી ફક્ત એક આરોપીએ દયા અરજી દાખલ કરી હતી. આ અરજી 4 નવેમ્બરના દાખલ કરવામાં આવી હતી. ભલામણમાં જણાવવામાં આવ્યું છે કે, દયા અરજીના રજૂ કરતાએ અંત્યંત માનવતાનો ગંભીર અપરાધ કર્યો છે. આવા અત્યાચારને રોકવા જરૂરી છે. આ કેસમાં ઉદાહરણ રૂપ દંડ કરવામાં આવે. દયા અરજીનો કોઇ આધાર નથી. આને રદ્દ કરવાની ભલામણ કરીએ છીએ. અગાઉ નિર્ભયાના મા-બાપ પણ રાહત ન આપવા કહી ચૂક્યા છે.
સામુહિક દુષ્કર્મ કાંડમાં આરોપી વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી તે આગાઉ રાજ્ય સરાકરના ગૃહપ્રધા સત્યેન્દ્ર જૈને વિશેષ નોટની સાથે રવિવારના રોજ આ અરજીને ફગાવી દીધી હતી.હવે આ અરજી કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે મોકલવામાં આવશે.જે બાદ રાષ્ટ્રપતિ નિર્ણય લેશે.