નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા 1 લાખ 18 હજારને પાર પહોંચી છે. જોકે સંક્રમણ રેટ પહેલા કરતાં ઘટ્યો છે અને રિકવરી રેટ વધ્યો છે. પરંતુ તેમ છતાં કોરોનાના વધતા સંક્રમણની ગંભીરતાને નજરઅંદાજ કરી શકાય નહી. તેથી સરકાર દ્વારા કોરોના સંબંધિત નિયમોનું કડકથી પાલન થાય તે માટે આદેશ આપવામાં આવ્યો છે.
તમામ ડીએમને આદેશ
દિલ્હી સરકાર તરફથી દિલ્હીના તમામ જિલ્લા અને જિલ્લા અધિકારીને નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની સ્થિતિમાં નિયમોનું કડકથી પાલન થવું જોઈએ. જો કોઈ પણ આ નિયોમોનું ઉલ્લઘંન કરે તો તેના પર સખત કાર્યવાહી કરવા દિલ્હી સરકારે જણાવ્યું છે. આ ઉપરાંત દર અઠવાડિયે આ અંગે સરકારને રિપોર્ટ પણ આપવા કહ્યું છે.