નવી દિલ્હી : મંગળવારેથી દારૂ પીનારા લોકોને પોતાનો દારૂ લેવો મોંઘો સાબિત થશે. દિલ્હી સરકારના આદેશ અનુસાર મંગળવાર રાજધાનીમાં દારૂ પર 70 ટકા ટેક્સ લગાવ્યો છે.
રાજધાનીમાં 70 ટકા દારૂ મોંધો થયો, કેજરીવાલ સરકારે લગાવી સ્પેશિયલ ‘કોરોના ફી’
દિલ્હીમાં દારૂ પર દિલ્હી સરકારે કોરોના ટેક્સ લગાવ્યો છે. હવે દિલ્હીમાં પહેલાથી જ રાજધાની દિલ્હીમાં દારૂ 70 ટકા મોંધો લેવો પડશે. આ આદેશ મંગળવારથી લાગુ કરવામાં આવ્યો છે. સરકારના આદેશ અનુસાર દારૂના વેંચાણ પર 'સ્પેશિયલ કોરોના ફી' નામથી ટેક્સ લગાવવામાં આવ્યો છે.
રાજધાનીમાં 70 ટકા દારૂ મોંધો થયો, કેજરીવાલ સરકારે લગાવી સ્પેશિયલ કોરોના ફી
ઉલ્લેખનિય છે કે, સોમવારે દિલ્હીમાં તમામ સરકારી દારૂની દુકાન લાંબા સમય બાદ ખુલી હતી, જેના કારણે લોકોની ભારે માત્રામાં ભીડ પણ એકઠી થતી જોવા મળી હતી. જેના પગલે કેટલીક જગ્યાઓ પર પોલીસે બળપ્રયોગ પણ કર્યો હોય તેવુ સામે આવ્યું હતું.
આ તકે વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ કે દારૂ પર જો ટેક્સ વધારવામાં આવશે તો દુકાન પર ટ્રાફીકની સમસ્યા ઓછી સર્જાશે જેના પગલે રાજધાની દિલ્હીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.