નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને સંક્રમિત લોકોની સંખ્યા 27 હજારને પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, દિલ્હી સરકાર પણ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરી રહી છે. તાજેતરમાં જ મુખ્યપ્રધાન કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, એક અઠવાડિયામાં 9,500 બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
દિલ્હી સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે. દિલ્હીમાં કુલ 8,637 બેડની વ્યવસ્થા છે. જો કે, કોરોનાના વધતા જતા કેસને જોતા, આવતા બે અઠવાડિયામાં બેડની સંખ્યા બમણી કરવાની રહેશે. કારણ કે, દિલ્હીમાં કોરોના કેસ 14 દિવસમાં બમણા થઈ રહ્યા છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, આગામી દિવસોમાં પડકારોને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકાર સતત બેડની સંખ્યામાં વધારો કરી રહી છે, કારણ કે તૈયારીઓ અગાઉથી પૂર્ણ કરવાની રહેશે.
માહિતી મુજબ, પહેલા રેલવે દ્વારા આઇસોલેશન બેડ દિલ્હી સરકારને આપવામાં આવતા હતા. પરંતુ હવે હોસ્પિટલના બેડની અછતને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે રેલવે પાસે હોસ્પિટલના બેડની માગ કરી છે. સત્યેન્દ્ર જૈને આ વિશે જણાવ્યું હતું કે, અમારી પાસે પૂરતા પ્રમાણમાં આઇસોલેશન બેડ છે, તેથી અમે રેલ્વેને કહ્યું છે કે ,શક્ય હોય તો ઓક્સિજન વાળા હોસ્પિટલ બેડ માટે વ્યવસ્થા કરવા અપીલ કરી છે.
દિલ્હી સરકારે વધતા જતા કોરોનાના કેસને ધ્યાને લઇ રેલવે પાસે ઓક્સિજન બેડની માગ કરી - દિલ્હીમાં 27,000 પાર કોરોના કેસ
રાજધાની દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે રેલવે પાસે ઓક્સિજન બેડની માગ કરી છે.
દિલ્હી સરકારએ વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં લઇ રેલવે પાસે ઓક્સિજન બેડની માગ કરી
મુખ્યપ્રધાન કેજરીવાલે આજે રવિવારે બપોરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, જૂન સુધીમાં દિલ્હીમાં 15 હજાર બેડની જરૂર પડશે અને તેને જોતા દિલ્હી સરકારની હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીના લોકોની સારવાર કરવાનું કહેવામાં આવ્યું છે.