નોઈડા: ઉત્તરપ્રદેશમાં કોરોના પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોરોના વાઈરસના રોગચાળાને વધતો અટકાવવા નોઈડા-દિલ્હી બોર્ડર સંપૂર્ણ સીલ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંગે માહિતી આપતા ગૌતમ બુદ્ધ નગરના DM સુહાસ એલવાયએ મંગળવારે ટ્વિટ કર્યું હતું કે, વધતા જતાં કોરોના વાઈરસના રોગચાળાના કારણે નોઈડા-દિલ્હી સરહદ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે.
કોરોના ઈફેક્ટ: નોઈડાથી દિલ્હી સુધીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી - કોરોના વાઈરસ ન્યૂઝ
ઉત્તરપ્રદેશમાં કોરોના પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોરોના વાઈરસના રોગચાળાને વધતો અટકાવવા નોઈડા-દિલ્હી બોર્ડર સંપૂર્ણ સીલ કરવામાં આવી છે.
COVID-19
આ અગાઉ, નોઈડાના પાડોશી જિલ્લા, ગાઝિયાબાદના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગાઝિયાબાદ અને દિલ્હી વચ્ચે લોકોની અવરજવર બંધ કરાવી હતી. SI ગુરમુખસિંહે જણાવ્યું હતું કે, માત્ર મીડિયા કર્મચારીઓ, ડોકટરો, સ્વચ્છતા કાર્યકરો અને ફળો / શાકભાજી વહન કરતા વાહનોને જ પ્રવેશવાની મંજૂરી છે. પાસ વગર દિલ્હી-નોઈડા સરહદ પાર કરવા પર કડક પ્રતિબંધ છે.