નવી દિલ્હી: શુક્રવારે સવારે શાસ્ત્રી ભવનના પહેલા માળે એક રૂમમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અઠવાડિયામાં બીજી વખત શાસ્ત્રી ભવનમાં આગ લાગવાની ઘટના બની છે.
નવી દિલ્હી: શાસ્ત્રી ભવનના પહેલા માળે આગ લાગી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મળવ્યો
શુક્રવારે સવારે શાસ્ત્રી ભવનના પહેલા માળે એક રૂમમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી અનુસાર સવારે ફાયર બ્રિગેડ અને પોલીસને શાસ્ત્રી ભવનના પહેલા માળે આગ લાગવવનો ફોન આવ્યો હતો. આ અંગે જાણ થતાજ ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા અંગેની કામગીરી શરૂ કરી હતી.
આગ લાગતા જ લોકો ત્યાંથી બહાર નીકળી ગયા હતા. જેથી ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાથમિક તપાસમાં શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. શાસ્ત્રી ભવનમાં આ અઠિયાવાડીયામાં બે વાર આગ લાગવાના બનાવ સામે આવ્યા છે. જે અંગે પોલીસે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.