- આપનો 26 બેઠકો પર વિજય, 37 પર આગળ
- ભાજપનો 2 બેઠકો પર વિજય, 5 પર આગળ
દિલ્હી 'આપ' કે હવાલે, ભાજપની ભૂંડી હાર - ELECTION RESULTS LIVE UPDATE

17:07 February 11
આપનો 26 બેઠકો પર વિજય, 37 પર આગળ
16:21 February 11
આપ 52 બેઠકો પર આગળ, ભાજપની 1 બેઠક પર જીત
આપ 52 બેઠકો પર આગળ, 11 બેઠકો પર વિજય
ભાજપની 1 બેઠક પર જીત, 6 બેઠકો પર આગળ
15:02 February 11
આપની 36 પર જીત 26 પર આગળ, ભાજપ 4 પર જીત 4 પર આગળ
આપની 36 પર જીત 26 પર આગળ, ભાજપ 4 પર જીત 4 પર આગળ
14:40 February 11
આપ 62-ભાજપ 8 બેઠક સાથે આગળ, આપની 25 ભાજપની 1 પર જીત
આપ 62-ભાજપ 8 બેઠક સાથે આગળ, આપની 25 ભાજપની 1 પર જીત
14:19 February 11
મુખ્ય પ્રધાન કેજરીવાલે પત્નીના જન્મદિનની સાથે વિજયોત્સવની પણ કરી ઉજવણી
દિલ્હીના તખ્ત પર કેજરીવાલ ફરી બિરાજશે તે વાત નિશ્ચિત છે. ત્યારે આજે ચૂંટણી પરિણામોની સાથે-સાથે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલનો જન્મદિવસ પણ છે. વહેલી સવારથી આપ જીત તરફ આગળ વધી રહી છે. પરંતુ મનિષ સિસોદિયા ક્યાંક પાછળ ચાલી રહ્યાં હતા. જેવા તે રૂઝાનોમાં આગળ થયા કે તરત જ અરવિંદ કેજરીવાલે પરિવાર અને પાર્ટી નેતાઓ સહિત પોતાના પત્ની અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી છે. આ સાથે તેમણે પોતાની જીતને પણ કાર્યકર્તાઓ વચ્ચે વધાવી લીધી છે.
14:09 February 11
આપ 60 અને ભાજપ 10 પર આગળ
દિલ્હીના ચૂંટણ પરિણામોમાં આમ આદમી પાર્ટી 60 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 10 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ ખાતુ ખોલાવામાં પણ નિષ્ફળ છે.
13:35 February 11
LGએ વિધાનસભા વિખેરી
દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે વિધાનસભા વિખેરી નાખી છે.
13:10 February 11
VIP બેઠકો પર નજર
- નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ આગળ
- ચાંદની ચૌકથી અલકા લાંબા પાછળ
- મોડલ ટાઉનથી કપિલ મિશ્રા પાછળ
- પડપડગંજમાં મનિષ સિસોદિયા પાછશ
- મુસ્તફાબાદ વિધાનસભામાં જગદીશ આગળ
- કરાવલ નગરથી દુર્ગેશ પાઠળ પાછળ
- ઓખલાથી અમાનતુલ્લાહ પાછળ
- અરવિંદરસિંહ લવલી પણ પાછળ
- માલવીય નગરથી સોમનાથ ભારતી આગળ
- રોહિણીમાં વિજેન્દ્ર ગુપ્તા પાછળ
13:09 February 11
દિલ્હીવાસીઓએ હકારાત્મક દેશ ભક્તિને મત આપ્યા : ગોપાલ રાય
દિલ્હી સરકારમાં પ્રધાન ગોપાલ રાય પોતાની બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે.
નવી દિલ્હી : વિધાનસભા ચૂંટણીના વલણોમાં આમ આદમી પાર્ટી ભારે બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. આપની આ જીત પર ગોપાલ રાયે કહ્યું કે આ હકારાત્મક દેશ ભક્તિની જીત છે.
12:55 February 11
આપ સાંસદ સંજય સિંહનો ભાજપ સામે મોટો પ્રહાર
આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમત નજરે પડતા રાજ્યસભા સાંસદ સંજય સિંહે કાર્યકર્તાઓ સમક્ષ આવ્યા. તેમણે કાર્યકર્તાને સંબોધન કરતા ભાજપને આડે હાથ લીધુ. સાથે જ તેમણે ગીત ગાઈને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો છે.
12:11 February 11
મનિષ સિસોદિયા અને સતૈન્દ્ર જૈન પાછળ
આમ આદમી પાર્ટીના બીજા મોટા નેતા અને ઉપ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા સાથે જ આરોગ્ય પ્રધાન સત્યૈન્દ્ર જૈન પાછળ ચાલી રહ્યાં છે.
11:28 February 11
દિલ્હી 'આપ' કે હવાલે, ભાજપે હાર સ્વીકારી (આપ - 58, ભાજપ 12)
દિલ્હીમાં હવે તારણો મુજબ આમ આદમી પાર્ટી સરકાર બનાવવા આગેકૂચ કરી રહી છે. અત્યાર સુધીના તાજા આંકડા મુજબ આમ આદમી પાર્ટીને 54, ભાજપને 15 અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલી રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસની ફરી એકવાર ભૂંડી હાર થાય તેવી શક્યતાઓ છે.
11:24 February 11
મનોજ તિવારીની પ્રતિક્રિયા
મનોજ તિવારીની પ્રતિક્રિયા
10:58 February 11
ટેણિયો બન્યો કેજરીવાલ
અરવિંદ કેજરીવાલના સમર્થનમાં નાનકડા બાળકે તેમનો લુક અપનાવ્યો છે. જે ઘણો ચર્ચામાં રહ્યો..
10:56 February 11
દિલ્હી ચૂંટણી સંદર્ભે અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે દિલ્હીના પરિણામો પર વાત રજૂ કરી છે.
10:19 February 11
ચૂંટણી પંચના મૂજબ આમ આદમી પાર્ટીને બહુમત
ચૂંટણી પંચના મૂજબ આમ આદમી પાર્ટીને બહુમત પ્રાપ્ત થયો છે. આપને 39 જ્યારે ભાજપને 19 બેઠકો મળી હોવાની વિગતો સામે આવી છે.
09:56 February 11
મહત્વની બેઠકો
- કરાવલ નગરથી ભાજપના મોહન બિસ્ટ આગળ
- માલવીય નગરથી આપના સોમનાથ ભારતી આગળ
- રાજેન્દ્રનગરથી આપના રાઘવ ચઢ્ઢા આગળ
- નવી દિલ્હી અરવિંદ કેજરીવાલ આગળ
- કાકલાજી આતિશી માલિની પાછળ
- સંગમ વિહાર પર આપ આગળ
- મંગોલપુરીથી આપના રાખી બિડલા આગળ
- જનકપુરીથી ભાજપના આશીદ સુદ આગળ
- ચાંદની ચોકથી આપના પ્રહલાદ સાહની આગળ
- તિમારપુરથી દિલીપ પાંડે આગળ
- બાબરપુરથી ગોપાલ રાય આગળ
- ચાંદની ચોક પર અલ્કા લાંબા પાછળ
- ઓખલાથી આપના અમાનાતુલ્લાહ આગળ
- બવાના ભાજપના રવિન્દ્ર આગળ
09:53 February 11
પરિણામમાં દિગ્ગજો
નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ આગળ
પડપંજગઢથી મનીષ સિસોદિયા આગળ
રાઘવ ચઢ્ઢા, આતિષી માલિની, સૌરભ ભાદ્વરાજ સહિતના આપ નેતાઓ આગળ
09:49 February 11
આપ 56 પર જ્યારે ભાજપ 12 બેઠક પર આગળ
આપ 56 પર જ્યારે ભાજપ 12 બેઠક પર આગળ
09:31 February 11
આપ 54 પર જ્યારે ભાજપ 15 બેઠક પર આગળ
આપ 54 પર જ્યારે ભાજપ 15 બેઠક પર આગળ
09:11 February 11
આપ 53 - ભાજપ 14 બેઠકો પર આગળ
શરૂઆતી વલણોમાં આમ આદમી પાર્ટી 53 - ભાજપ 14 બેઠકો પર આગળ ચાલે છે.
09:04 February 11
આપ 51 - ભાજપ 14 બેઠકો પર આગળ
શરૂઆતી વલણોમાં આમ આદમી પાર્ટી 48 - ભાજપ 14 બેઠકો પર આગળ ચાલે છે.
08:49 February 11
મનીષ સિસોદયા પહોંચ્યા કાઉન્ટિંગ સ્થળે
નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદયા મતગણતરીના સ્થળે પહોંચ્યા છે. આ સાથે જ તેમની સામે પડપડગંજ વિધાનસભા બેઠક પરથી ટક્કર આપી રહેલા ભાજપ ઉમેદવાર પણ પહોંચ્યા છે.
08:48 February 11
આપ 45 - ભાજપ 10 બેઠકો પર આગળ, નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ આગળ
આપ 45 - ભાજપ 10 બેઠકો પર આગળ, કોંગ્રેસ ખાતુ ખોલવામાં નિષ્ફળ. આ તરફ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા સહિતના આપના દિગ્ગજો આગળ ચાલી રહ્યાં છે.
08:44 February 11
આપ 39 - ભાજપ 11 બેઠકો પર આગળ, કોંગ્રેસ ખાતુ ખોલવામાં નિષ્ફળ
આપ 39 - ભાજપ 11 બેઠકો પર આગળ, કોંગ્રેસ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ માટે આ ચૂંટણી પરિણામોમાં પણ નિરાશાના સમાચાર છે.
08:41 February 11
આપ 36 - ભાજપ 16 બેઠકો પર આગળ
આમ આદમી પાર્ટી 36 - ભાજપ 16 પર આગળ ચાલી રહી છે.
08:38 February 11
આપ 30 - ભાજપ 13 પર આગળ
આમ આદમી પાર્ટી 30 - ભાજપ 13 પર આગળ ચાલી રહી છે.
08:36 February 11
આમ આદમી પાર્ટીના કાર્યાલય જઈ રહ્યા છે કેજરીવાલ
મતગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારે આપ સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન આમ આદમી પાર્ટીના કાર્યાલય જવા રવાના
08:36 February 11
આપના તમામ દિગગ્જો આગળ, કોંગ્રેસના અલ્કા લાંબા પાછળ
આમ આદમી પાર્ટીના તમામ દિગ્ગજો આગળ
કોંગ્રેસના અલ્કા લાંબા, અરવિંદરસિંહ લવલી પાછળ
08:34 February 11
આપ 27 - ભાજપ 11 પર આગળ
શરૂઆતના રૂઝાનોમાં આમ આદમી પાર્ટી 27 પર આગળ
ભાજપ 11 પર આગળ
08:27 February 11
આપ 22 - ભાજપ 8 પર આગળ
શરૂઆતના રૂઝાનોમાં આમ આદમી પાર્ટી 22 પર આગળ
આપ 16 જ્યારે ભાજપ 8 બેઠકો પર આગળ
08:22 February 11
આપ 16 - ભાજપ 5 પર આગળ
શરૂઆતના રૂઝાનોમાં આમ આદમી પાર્ટી આગળ
આપ 16 જ્યારે ભાજપ 5 બેઠકો પર આગળ
08:14 February 11
દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદીયાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદીયાએ આમ આદમી પાર્ટીના જીતશે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું છે.
08:10 February 11
ભાજપ નેતા વિજય ગોયલ પહોંચ્યા કર્નોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિર
ભાજપ સાંસદ વિજય ગોયલ કર્નોટ પ્લેસ ખાતે આવેલા હનુમાન મંદિર પહોંચ્યા છે.
08:08 February 11
દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ વ્યક્ત કર્યો જીતનો આશાવાદ
દિલ્હીમાં ચૂંટણી પરિણામો સંદર્ભે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ ભાજપના પક્ષમાં આજના પરિણામો રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો
08:05 February 11
શરૂઆતી રૂઝાનોમાં આમ આદમી પાર્ટી 5 અને ભાજપ 2 પર આગળ
ભાજપ 2 પર આગળ
આમ આદમી પાર્ટી 5 પર આગળ
07:54 February 11
દિલ્હી વિધાનસભા ચૂંટણી સંદર્ભે મતગણતરીના શ્રી ગણેશ
આજે 11 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. દિલ્હીમાં 27 કેન્દ્રો પર મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. થોડીવારમાં જ પ્રાથમિક રૂઝાન સામે આવશે. પ્રારંભિક રૂઝાનો બાદ પરિણામો કાઉન્ટિંગ તરફ આગળ વધશે.
07:50 February 11
ETV ભારત પર ચૂંટણી પરિણામ દિવસભર
નવી દિલ્હી : આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. દિવસભર સતત અપડેટ માટે જોડાયેલા રહો ઈટીવી ભારત ગુજરાત પર...
07:50 February 11
દિલ્હીમાં ચૂંટણી પરિણામ પહેલાં નેતાઓનાને પહોંચ્યા ભગવાનને દ્વાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થતાં પહેલાં ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ ભગવાનને દ્વાર પહોંચી રહ્યાં છે. ચૂંટણીમાં ચર્ચામાં રહેલા ભગવાન હનુમાનજીને દ્વાર પહોંચશે ભાજપ નેતા વિજય ગોયલ
07:44 February 11
કોંગ્રેસના મોટા નેતાઓ પણ છે ચૂંટણી મેદાનમાં, પરિણામ પર સૌની નજર
- દિલ્હી સરકારના પૂર્વ પ્રધાન ડૉ. એ.કે. વાલિયા
- ડૉ. નરેન્દ્ર નાથ
- અરવિંદરસિંહ લવલી
- હારૂન યૂસુફ
- પૂર્વ કેન્દ્રીય પ્રધાન કૃષ્ણા તીરથ
- પૂર્વ સાંસદ પરવેજ હાશમી
- સુભાષ ચોપરા
- અલકા લાંબા
07:43 February 11
ભાજપના દિગ્ગજો સામે પણ વર્ચસ્વનો જંગ
- વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તા
- રાષ્ટ્રીય સચિવ આર.પી. સિંહ
- પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ બિષ્ટ
- મહામંત્રી રવિન્દ્ર ગુપ્તા
- સુનીલ યાદવ
07:21 February 11
આમ આદમી પાર્ટીના આ દિગ્ગજોના ભાવિનો ફેંસલો
- મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ
- ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા
- વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ
- ઉપાધ્યક્ષ રાખી બિડલા
- ગોપાલ રાય
- સત્યેદ્ર જૈન
- કૈલાશ ગહેલોત
- ઈમરાન હુસૈન
- રાજેન્દ્ર પાલ ગૌતમ