નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના અને દિલ્હી તખ્ત પર રાજ કરતાં કેજરીવાલની તાજપોશી 16 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં યોજાશે. જ્યાં તેઓ મુખ્યપ્રધાન પદના શપથ લેશે.
રામલીલામાં હનુમાન ભક્ત કેજરીવાલની 16મીએ તાજપોશી - aap-chief-arvind-kejriwal
પોતાની કાર્યક્ષમતાથી મોદી મેજિકને ઝાંખુ પાડનાર અરવિંદ કેજરીવાલે ફરી એકવાર દિલ્હીમાં પોતાની સત્તા કાયમ કરી છે. જંગી બહુમતિ સાથે જીત મેળવનાર કેજરીવાલે 16 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ કરશે.
![રામલીલામાં હનુમાન ભક્ત કેજરીવાલની 16મીએ તાજપોશી arvind kejriwal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6044079-thumbnail-3x2-ar.jpg)
arvind kejriwal
આ વખતે પણ રામલીલા મેદાનમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં અરવિંદ કેજરીવાલની સાથે-સાથે અન્ય પ્રધાનો પણ શપથ લેશે. નોંધનીય છે કે, આજે કેજરીવાલ ધારાસભ્યની બેઠક પહેલા ઉપ રાજ્યપાલ અનિલ બૈજલને મળવા રામનિવાસ પહોંચ્યાં હતાં. જ્યાં ચૂંટણી પરિણામ બાદ આ પહેલી ઔપચારિક મુલાકાત હતી.
આમ આદમી પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે, ‘ધારાસભ્યોની બેઠકમાં સરકાર રચના અંગે નિર્ણય લેવામાં આવશે. પાર્ટીના નિર્ણયો માટે તમામ ધારાસભ્યોના વિચાર જરૂરી છે.’ જેની માટે નવનિયુક્ત ધારાસભ્યઓની બેઠક યોજવામાં આવી છે.