નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીમાં જાહેર સભાઓને સંબોધન કરશે અને પદયાત્રા કરશે. ભાજપના દિલ્હીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, પાર્ટીએ નાગરિકતા સુધારો અધિનિયમ પર થતા દેખાવો અને હિંસા, કલમ 370ની નાબૂદી જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ વિશે લોકો સાથે વાત કરવાની યોજના બનાવી છે. જ્યાં સત્તાધારી આમ આદમી પાર્ટીની 'નિષ્ફળતાઓ' વિશે પમ વાત કરવામાં આવશે.
દિલ્હી ચૂંટણી: અમિત શાહની રેલી, કેજરીવાલને પડકાર - Home Minister Amit Shah addresses two public meetings in Delhi
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ થવા જઈ રહ્યો છે. ગૃહ પ્રઘાન અમિત શાહ દિલ્હીમાં બે જાહેર સભાને સંબોધન કરશે અને રોડ-શો કરશે.
દિલ્હી બીજેપીએ એક નિવેદનમાં કહ્યું છે કે, શાહ મટિયાલા અને નાંગલોઇ જાટ મતક્ષેત્રોમાં બે જનસભાઓને સંબોધન કરશે, ત્યાર બાદ સાંજે ઉત્તર નગરમાં પદયાત્રા કરશે. પાર્ટીએ 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં પ્રચાર માટેના નેતાઓની યાદી જાહેર કરી છે. જેમાં અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી દેશમાં ભાજપની સત્તા ધારાવતા રાજ્યોના મુખ્યપ્રધાનો જોડાશે. આ યાદીમાં ભોજપુરી અભિનેતા રવિ કિશન અને દિનેશલાલ નિહુઆ પણ સામેલ છે, જે પૂર્વી દિલ્હીના વિસ્તારોમાં સભાઓને સંબોધન કરશે, જ્યાં મતદારોની સંખ્યા વધારે છે. આ યાદીમાં ભોજપુરી અભિનેતા રવિ કિશન અને દિનેશલાલ નિહુઆ પણ સામેલ છે, જે એવા ક્ષેત્રમાં સભાઓને સંબોધન કરશે કે જ્યાં પૂર્વાંચલી મતદારોની સંખ્યા વધુ છે.