નવી દિલ્હીઃ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર કસ્ટમ વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે રિયાધથી બે યાત્રિકો સોનું લઇને આવી રહ્યા છે. જેવા આ યાત્રિકોએ ગ્રીન ચેનલ ક્રોસ કરી તેવા તરત જ અધિકારીઓએ તેમને ઝડપી લીધા હતા અને તેમના સામાનની તપાસ કરી હતી. જેમાંથી કુલ 406 ગ્રામ વજનના 4 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા.
દિલ્હી કસ્ટમ વિભાગે 20 લાખથી વધુનું સોનુ ઝડપ્યું, બેની ધરપકડ - કસ્ટમ વિભાગે સોનુ ઝડપ્યું
IGI એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ રિયાધથી દિલ્હી આવનારા બે યાત્રિકોને સોનાની દાણચોરી કરતા ઝડપી લીધા છે. તેમની પાસેથી અધિકારીઓએ 4 ગોલ્ડ બિસ્કિટ જપ્ત કર્યા છે જેનું વજન 406 ગ્રામ જેટલું છે.
દિલ્હી કસ્ટમ વિભાગ દ્વારા 20 લાખથી વધુનું સોનુ ઝડપાયું, બેની ધરપકડ
રૂપિયા 20 લાખ 56 હજારની કિંમતનું આ સોનું તેમની પાસે ક્યાંથી આવ્યું તેની પૂછપરછ હાથ ધરતા યાત્રિકો ન તો અધિકારીઓને વ્યવસ્થિત જવાબ આપી શક્યા, ન તો કોઈ ડોક્યુમેન્ટ આપી શક્યા હતા.
અધિકારીઓએ સોનાના બિસ્કીટને જપ્ત કરી બંને પ્રવાસીઓની ધરપકડ કરી છે.