નવી દિલ્હી: રાજધાનીમાં કોરોના વાઇરસના સંક્રમણના લઇને જૂન મહીનામાં જે અંદાજ હતો તે ખોટો સાબિત થયો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 15 જુલાઇ સુધીમાં એટલે કે આજ સુધીમાં સવા બે લાખ કેસ કોરોનાના હશે. આ મુજબ આ સમયે 134000 એક્ટિવ કેસ હોવા જોઈએ હતા. પરંતુ આજે કોરોનાના 18,600 સક્રિય કેસ છે.
કોરોના મહામારીની જૂન મહિનાની પરિસ્થિતિનો અંદાજ ખોટો સાબિત થયોઃ સીએમ અરવિંદ કેજરીવાલ
રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણના લઇને જૂન મહીનામાં જે અંદાજ હતો તે ખોટો સાબિત થયો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 15 જુલાઇ સુધીમાં એટલે કે આજ સુધીમાં સવા બે લાખ કેસ કોરોનાના હશે. આ મુજબ આ સમયે 1,34,000 એક્ટિવ કેસ હોવા જોઈએ હતા. પરંતુ આજે કોરોનાના 18,600 સક્રિય કેસ છે.
અંદાજ કરતા સ્થિતિ વધુ સારી
કેજરીવાલે કહ્યું કે, તે સમયના અંદાજ મુજબ આજે દિલ્હીમાં 34000 દર્દીઓ માટે પથારીની જરૂર હતી અને આજે 4000 પથારી પર દર્દીઓ છે. દિલ્હી સરકારે 15000 થી વધુ બેડની વ્યવસ્થા કરી છે. એટલે કે જે ધારણાઓ કરવામાં આવી હતી તે ખોટી સાબિત થઈ અને આજે પરિસ્થિતિ ઘણી સારી છે.
કોરાનાનું સંક્રમણ ગમે ત્યારે વધી શકે છે
પરંતુ કેજરીવાલે કહ્યું કે, કોરોના સ્રંકમણ ગમે ત્યારે વધી કરી શકે છે. તેથી આપણે તૈયારી ચાલુ રાખવી પડશે. તેમણે આજે દિલ્હીની પરિસ્થિતિ માટે સૌનો આભાર માન્યો હતો.
દિલ્હી સરકારે ત્રણ સિદ્ધાંત પર કામ કર્યુ
મુખ્યપ્રધાને આની પાછળ જે કામ કરવામાં આવ્યા છે તેના વિશે કહ્યું કે, છેલ્લા દોઢ મહિનામાં અમે 3 સિદ્ધાંતો પર કામ કર્યું.
પ્રથમ - તમે કોરોનાથી એકલા જીતી શકતા નથી. તેથી અમે દરેકનો સાથ માંગ્યો. કેન્દ્ર સરકારનો સાથ, હોટલ, ભોજન સંભારભ હોલ વાળા, ધાર્મિક સંસ્થાઓનો દરેકનો સાથ.
બીજું- જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે અમારી ટીકા થતી હતી. મીડિયા અમારી ખામીઓ દર્શાવતી હતી. ત્યારે અમને ગુસ્સો આવ્યો નહીં. પણ અમે સુધારા કર્યા. દિલ્હી સરકારની એલએનજેપી હોસ્પિટલની ખામીઓ કાઢવામાં આવતી હતી. અમે એક એક ખામીઓને ઠીક કરી. આજે હોસ્પિટલની હાલત સુધરી છે.
ત્રીજો - સિદ્ધાંત એ હતો કે અમે હાર માની ન હતી. ગમે તેવી પરિસ્થિતિ હતી પણ અમે હારના માની અને અમે ચાલુ રાખ્યું.