નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1250 નવા કેસ નોંધાયા છે. જેની સાથે દિલ્હીમાં હાલ કુલ કેસની સંખ્યા 1 લાખ 58 હજાર 604 થઈ છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 13 લોકોના મોત થયા છે, તેની સાથે દિલ્હીમાં કુલ મોતની સંખ્યા 4260 પર પહોંચી છે.
દિલ્હી કોરોના અપટેડ: છેલ્લા 24 કલાક 1250 નવા કેસ નોંધાયા, 13ના મોત - દિલ્હી હેલ્થ બુલેટિન
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 1250 નવા કેસ નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 1082 છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 1250 નવા કેસ નોંધાયા, 13ના મોત
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 1082 છે. જેની સાથે દિલ્હીમાં કુલ 1,42,908 લોકો કોરોનાને માત આપી છે. જ્યારે હાલ દિલ્હીમાં કોરોનાના કુલ 11,426 એક્ટિવ કેસ છે. તેની સાથે કુલ દિલ્હીમાં મોતની સંખ્યા 4260 પર પહોંચી છે.
દિલ્હી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બુલેટિનમાં જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કુલ 17735 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી કુલ 13 લાખ 92 હજાર 928 ટેસ્ટ કરવામાં આવ્યા છે.