નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં શનિવારે 111 કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા અને તેની સાથે જ દિલ્હીમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 2625 થઇ છે. કોરોનાથી દિલ્હીમાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. જેમાં ગત્ત દિવસોમાં એક પણ મોત સામે આવ્યું નથી, પરંતુ મોતના આ આંકડા પર કોરોનાને માત આપતા લોકો સતત વધી રહ્યા છે.
દિલ્હીમાં કોરોના સંક્રમિતોનું લિસ્ટ 1702 એક્ટિવ દર્દી
દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન અનુસાર શનિવારે કોરોનાથી 12 લોકો સ્વસ્થ થયા હતા અને તેની સાથે જ દિલ્હીમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 869 થઇ છે. કોરોનાને કારણે મૃત્યુ પામનારા લોકો 54 છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 1702 છે. સંક્રમિતોની ઉંમરને જો ધ્યાનમાં લઇએ તો તેમાં સૌથી વધુ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો છે.
66 ટકા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો
કુલ 2625 સંક્રમિતોમાંથી 1730ની ઉંમર 50 વર્ષથી ઓછી છે. આ કુલ સંખ્યાના લગભગ 66 ટકા છે. ત્યારે 50 થી 59 વર્ષની વચ્ચેના 424 સંક્રમિત લોકો છે, જે લગભગ 16 ટકા છે. આ ઉપરાંત 60 અથવા તેનાથી વધુ ઉંમરના સંક્રમિતોની સંખ્યા 471 છે, જ કુલ સંક્રમિતોના લગભગ 18 ટકા છે. પરંતુ મહત્વનું છે કે, સૌથી વધુ મૃત્યુ થનારા આ વર્ગના લોકો છે.
35,519માંથી 28,693 નેગેટિવ
કોરોના સંક્રમિતોની સંખ્યાના કિસ્સામાં દિલ્હી દેશભરમાં ત્રીજા સ્થાન પર પહોંચી છે. દિલ્હી સરકાર સતત વધુમાં વધુ સેમ્પલ ટેસ્ટ કરાવી રહી છે. સરકારી અને પ્રાઇવેટ લેબ્સ મળીને ગત્ત દિવસોમાં 2252 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 111 પોઝિટિવ હતા. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 35,519 ટેસ્ટ થયા છે, જેમાં 2625 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે અને 28,693 નેગેટિવ આવ્યા છે. જેમાંથી 3709 સેમ્પલ્સના રિપોર્ટ આવવાના બાકી છે.