નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે. શનિવારે રાત્રિએ દિલ્હી સરકાર દ્વરા જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4,122 થઇ છે. જેમાંથી 384 કેસ માત્ર શનિવારે નોંધાયા છે.
અત્યાર સુધીનો રેકોર્ડ છે 386
3 એપ્રિલના રોજ દિલ્હીમાં 386 સંક્રમિત લોકો સામે આવ્યા હતા. જેમાંથી 259 લોકો મરકઝ સાથે જોડાયેલા હતા. ત્યારબાદ 13 એપ્રિલના રોજ 356 કેસ સામે આવ્યા હતા, જેમાં 325 દર્દી મરકઝ સાથે જોડાયેલા હતા.
મૃત્યુદર 1.55 ટકા
દિલ્હીમા મૃત્યુદર માત્ર 1.55 ટકા છે. જેના કારણે અત્યાર સુધી રાજધાની દિલ્હીમાં મરનારા લોકોની સંખ્યા 64 થઇ છે. આ ઉપરાંત અત્યાર સુધી 1,256 લોકોએ દિલ્હીમાં કોરોનાને માત આપી છે.