નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાનો ખળભળાટ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1298 કેસ સામે આવ્યાં છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1298 કેસ નોંધાયા - coronavirus news new delhi
સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. દિન પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નવી દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1298 કેસ સામે આવ્યાં છે.
coronavirus
દિલ્હીમાં કોરોના ચેપના વધતા જતા કેસો સતત રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ચેપના નવા 1298 કેસ નોંધાયા છે, જે કોઈ પણ એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ નોંધાયેલા છે. આ વધારા સાથે દિલ્હીમાં ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા 22132 પર પહોંચી ગઈ છે. કોરોનાને કારણે થતાં મૃત્યુ દરની વાત કરીએ તો તે 2.51 ટકા છે, જ્યારે ડિસ્ચાર્જ રેટ 41.76 ટકા છે.