ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં કોંગ્રેસના સૂપડાં સાફ: સુભાષ ચોપડાએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું - કોંગ્રેસના પ્રદેશઅધ્યક્ષ

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીએ સત્તા જાળવી રાખી છે. દિલ્હી ચૂંટણીમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના રાજધાનીમાંથી સૂપડાં સાફ થયા છે. કોંગ્રેસે 2015માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં એક પણ સીટ જીત મેળવી ન હતી. ભારતીય જનતા પાર્ટીએ માત્ર 3 સીટમાં જીત મેળવી હતી. 2020 ચૂંટણીમાં ભાજપે 8 સીટમાં જીત મેળવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 62 સીટ પર કબ્જો મેળવ્યો છે. કોગ્રેસ ખાતુ ખોલવામાં જ નિષ્ફળ રહી છે.

સુભાષ ચોપડાએ કોંગ્રેસના પ્રદેશઅધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું
સુભાષ ચોપડાએ કોંગ્રેસના પ્રદેશઅધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

By

Published : Feb 11, 2020, 11:54 PM IST

નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળી છે. ત્યારે સુભાષ ચોપડાએ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. આપને જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેમનું ખાતું ખોલી શકી નથી.

કોંગ્રેસ એ જ પાર્ટી છે જેમણે દિલ્હીમાં 15 વર્ષ સુધી શીલા દીક્ષિતના નેતૃત્વ હેઠળ શાસન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details