ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે સર્વપક્ષીય બેઠકમાંથી બાકાત રખાયા - સર્વપક્ષીય બેઠક

વડા પ્રધાન દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં AAPને આમંત્રણ ન હતું અપાયું. ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી.

સીએમ કેજરીવાલે સર્વપક્ષીય બેઠકમાં આમંત્રણ ન અપાયું
સીએમ કેજરીવાલે સર્વપક્ષીય બેઠકમાં આમંત્રણ ન અપાયું

By

Published : Jun 19, 2020, 7:47 PM IST

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ​​સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં લગભગ 17 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લેશે, જેમાં ભારત અને ચીનની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં આમ આદમી પાર્ટીને આમંત્રણ નહોતું. જે બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને જે લાગે તે કરવું જોઈએ, પરંતુ અમે દેશની સાથે છીએ અને અમે દેશની સેના સાથે છીએ. અમે ઈચ્છીએ છીએ કે ચીન સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

આ પહેલા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહે કેન્દ્ર સરકાર દ્વારા બોલાવેલી સર્વપક્ષીય બેઠક અંગે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતા. પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું કે, એક આવી ઘટના સામે આવી છે જેનાથી સમગ્રદેશમાં આક્રોશ છે, પરંતુ કેન્દ્ર સરકારનું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સંસદ સભ્ય સંજયસિંહે કહ્યું કે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવતું હતું કે, 3 સૈનિકો શહીદ થયા છે. ત્યારે તેમનું નિવેદન આવ્યું કે 20 સૈનિકો શહીદ થયા છે. તેમણે કહ્યું કે, કોઈ જવાન ચીનના કબજામાં નથી, પરંતુ ગુરુવારે મીડિયા દ્વારા સમાચાર મળ્યા કે 10 જવાનોને ચીનથી છોડાવવામાં આવ્યા છે. મારો સવાલ એ છે કે સરકાર આવા ગંભીર મુદ્દા પર શા માટે ખોટું બોલી રહી છે. આ દેશની જનતા સાથે દગો કરવા જેવું છે. સૈનિકોને બંધક બનાવ્યા હોવાના સમાચાર કેમ છુપાવવામાં આવ્યા હતા? તે જાણવું મહત્વપૂર્ણ છે. દેશ સત્ય જાણવા માંગે છે.

સંજયસિંહે કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવા રાષ્ટ્રીય કટોકટી દરમિયાન, આમ આદમી પાર્ટીને સર્વપક્ષીય બેઠકમાં બોલાવવામાં આવતા નથી, જેને દિલ્હીના લોકોએ ત્રણ વખત પસંદ કર્યા છે. શું ભાજપના નેતાઓ તેમને મહત્વપૂર્ણ માનતા નથી? તેમનો અભિપ્રાય જોઈતો નથી.તેમણે કહ્યું કે અમે દરેક રાષ્ટ્રીય આપત્તિમાં દેશની સાથે ઉભા છીએ. છતાં અમને સર્વપક્ષીય બેઠકમાં આમંત્રણ અપાયું નથી.

ABOUT THE AUTHOR

...view details