નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાયરસથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે, બુધવારના રોજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને રવિવારના રોજ ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દિલ્હીમાં એલજી અનિલ બૈજલ અને સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ એસડીએમએના સભ્યો સાથે બેઠક કરશે. જ્યાં કોવિડ-19 ના વધતા જતા કેસ અંગે દિલ્હીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
દિલ્હીમાં પાછળના દિવસોમાં કોરોનાથી 48 લોકોના મોત પછીના તમામ રાજકીય મતભેદો ભૂલીને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ બુધવારના રોજ ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસો અંગે તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે ચર્ચા કરી હતી. જ્યારે અમિત શાહે તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી હતી.