ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો - દિલ્હી કોરોનાના સમચાર

દિલ્હીમાં કોરોનાથી સતત સ્થિતિ બગડી રહી છે ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હજુ સુધી કોરોના પર પૂર્ણ રીતે કાબૂ મેળવી શક્યા નથી. જો કે હવે સીએમ કેજરીવાલનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે દિવસમાં કેજરીવાલમાં કોરોના વાઇરસના જેવા લક્ષણ જોવા મળતા તેઓએ સ્વેચ્છાએ પોતાને ક્વોરન્ટાઈન કર્યા હતા. તેઓએ રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે. અરવિંદ કેજરીવાલની તબિયત રવિવારે સાંજે બગડી ગઇ હતી. તેમણે ઉધરસ અને તાવની ફરિયાદ કરી હતી. જે બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

By

Published : Jun 9, 2020, 7:46 PM IST

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનાથી હાલત ખરાબ થઈ રહી છે. જેની તપાસ હવે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ સુધી આવી ગઈ છે. સીએમ કેજરીવાલમાં કોરોના જેવા લક્ષણો જોવા મળી રહ્યા હતા. જે બાદ તેમને આઈસોલેટ કરવામાં આવ્યા છે. મંગળાવારે સવારે તેમનો કોરોના ટેસ્ટ થયો હતો. ત્યારે હવે રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી જે હાલ નેગેટીવ આવ્યો છે. હવે દિલ્હી વાસીઓ માટે કોરોના સામે લડવા કેજરીવાલ ફરીથી મેદાનમાં આવી જશે.

અરવિંદ કેજરીવાલની તબિયતને લઈ જેવી ખબર આવી કે, ત્યાર બાદ તેમના સ્વાસ્થ્યને લઈ અનેક નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી. દિલ્હીમાં ભાજપના નવા અધ્યક્ષ આદેશ ગુપ્તા અને જૂના દોસ્ત કુમાર વિશ્વાસે પણ કેજરીવાલના જલ્દી સારા સ્વાસ્થ્યની કામના કરી છે. તો કેજરીવાલે પણ પોતાની તમામ મીટિંગો રદ કરી દીધી હતી અને પોતાની જાતને આઈસોલેટ કરી દીધા છે.

બીજી બાજુ દિલ્હીમાં કોરોનાની રફ્તાર પણ વધી રહી છે. લગભગ 29 હજારની આસપાસ રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા થઈ ગઈ છે. જ્યારે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે આવા સમયે દિલ્હી સરકારે દાવો કર્યો છે કે, 15 દિવસમાં બેડની સંખ્યા ડબલ કરી દેવામાં આવશે.

તો વળી આ તમામની વચ્ચે દિલ્હીની હોસ્પિટલોમાં બહારના લોકોની સારવાર રોકવાને લઈ કેજરીવાલના આદેશને એલજી અનિલ બૈજલે બદલી કાઢ્યો છે. ત્યાર બાદ રાજનીતિ ગરમાઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details