દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાના આવાસ પર ધારાસભ્યો અને હિંસાગ્રસ્ત વિસ્તારના અધિકારીઓની તત્કાલ બેઠક બોલાવી હતી. CAA વિરોધના પગલે દિલ્હીમાં છેલ્લા કેટલાય સમયથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હતા. જે ગત રોજ હિંસક બનતા 5 (ચાર સામાન્ય નાગરિક સહિત એક પોલીસકર્મી) લોકોના મોત થયા છે. જ્યારે 105 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
દિલ્હીમાં થતી હિંસાના પગલે CM કેજરીવાલે તત્કાલ બોલાવી બેઠક - મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ
છેલ્લા કેટલાય દિવસથી થઈ રહેલા CAA વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યુ છે. સોમવારે દિલ્હીના ગોકળપુરી વિસ્તારોમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પોલીસકર્મી સહિત અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેના પગલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તત્કાલ બેઠક બોલાવી છે.

cm arvind kejriwal
આમ, શહેરભરમાં વકરતી હિંસાના કારણે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં 5 મેટ્રો સ્ટેશન બંધ કરાયા હતાં. DMRCના અનુસાર જાફારબાદ, મૌજપુર, ગોકળપુરી, જૌહરી એનક્વેલ અને શિવવિહાર મેટ્રો સ્ટેશન બંધ રહેશે.